મનોરંજન

વિકી કૌશલ સાથે લગ્નની વાત કેમ છુપાવી? કેટરીનાએ જણાવી હકીકત

Text To Speech

કેટરિના કૈફ અને વિકી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. બંનેએ પૂરો પ્રયાસ કર્યો હતો કે લગ્નના સમાચાર મીડિયામાં ન આવે. જોકે બધુ લીક થઈ ગયું હતું. તેમના લગ્ન સ્થળ પર પણ ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી હતી. લગ્ન સુધી બંનેએ મીડિયાને કંઈ કહ્યું નહોતું. બાદમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લગ્નને આટલું સિક્રેટ રાખવા માટે ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. હવે કેટરીના કૈફે પોતે કહ્યું છે કે તે અને વિકી કૌશલ તેમના લગ્ન સુધી કેમ ચૂપ હતા.

કેમ ગુપ્ત રાખવામાં આવ્યા લગ્ન?

વિકી કૌશલ અને કેટરીના કૈફ મંગળવારે ફિલ્મફેર એવોર્ડ્સની રેડ કાર્પેટ પર હતા. બંને ઘણા મહેમાનોની વચ્ચે સાથે બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે વિકીને સરદાર ઉધમ સિંહ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો ત્યારે કેટરિનાએ તેને તેના ગાલ પર કિસ કરી હતી. જ્યારે કેટરિનાને પૂછવામાં આવ્યું કે તેણે ગુપ્ત રીતે લગ્ન કેમ કર્યા. તેના જવાબમાં કેટરીનાએ કહ્યું કે સિક્રેટ રાખવા કરતા પણ એ સમયે કોરોના ચાલી રહ્યો હતો તેની ગાઈડલાઈન્સ ફોલો કરવી જરૂરી હતી. સાથે જ મારા પરિવારના લોકો પણ કોરોના સંક્રમિત થયા હતા. જેના લીધે અમે આ નિર્ણય લીધો હતો.

લગ્ન પછી અમે બંને ખુશ: કેટરીના

કેટરિનાએ કહ્યું મને લાગે છે કે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. પરંતુ કોવિડને કારણે અમે થોડા વધુ સાવચેત રહેવા માંગતા હતા. પરંતુ લગ્ન સારી રીતે થઇ ગયા. હાલ અમે બંને ખૂબ ખુશ છીએ.

આ ફિલ્મોમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના હોરર કોમેડી ફિલ્મ ફોન-ભૂતમાં જોવા મળશે. તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ હશે. આ ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થશે. તેણે સલમાન ખાન સાથે ટાઇગરની ત્રીજી ફ્રેન્ચાઇઝીમાં પણ કામ પૂર્ણ કર્યું છે. કેટરિના મેરી ક્રિસમસમાં તમિલ સ્ટાર વિજય સેતુપતિ સાથે કામ કરશે જ્યારે આલિયા ભટ્ટ જી લે જરામાં પ્રિયંકા ચોપરા સાથે કામ કરશે

Back to top button