મનોરંજન
Filmfare Awards 2022 : કોણ રહ્યા બેસ્ટ એક્ટર અને એકટ્રેસ ?
જેની તમામ સ્ટાર રાહત જોતાં હોય તેવા બોલિવૂડના સૌથી મોટા ફિલ્મફેર એવોર્ડનું મંગળવારે મોડી રાત્રે આયોજન થયું હતું. ફિલ્મી જગતના સૌથી મોટા અવોર્ડ ફંક્શન 67માં ફિલ્મફેર એવોર્ડમાં કોણે બાજી મારી તેની યાદી આવી ગઈ છે. જેમાં અભિનેતા તરીકે રણવીર સિંહ સૌથી ટોપ પર રહ્યોતો અભિનેત્રીમાં કૃતિ સેનને સૌ કોઈની પસંદીદાર અભિનેત્રી રહી. આ શોને રણવીર સિંહ અને અર્જુન કપૂરે હોસ્ટ કર્યો હતો.
એવોર્ડ મેળવનાર સ્ટારની યાદી
- બેસ્ટ એક્ટર ઈન એ લિડિંગ રોલ (મેલ) – રણવીર સિંહ (83)
- બેસ્ટ એક્ટર ઈન એ લિડિંગ રોલ (ફિમેલ) – કૃતિ સેનન (મિમી)
- બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) – વિક્કી કૌશલ (સરદાર ઉધમ)
- બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)- વિદ્યા બાલન (શેરની)
- બેસ્ટ ડાયરેક્ટર – વિષ્ણુ વર્ધન (શેરશાહ)
- બેસ્ટ ફિલ્મ- શેરશાહ
- બેસ્ટ પોપ્યુલર ફિલ્મ – શેરશાહ
- બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)- સરદાર ઉધમ
આ પણ વાંચો : સારા અલી ખાન ફરી પડી પ્રેમમાં, ડિનર ડેટનો વીડિયો વાયરલ
- બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ) – પંકજ ત્રિપાઠી (મિમી)
- બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફિમેલ)- સાઈ તમહાન્કર (મિમી)
- બેસ્ટ ડાઈલોગ્સ- દિબાકર બેનર્જી અને વરુણ ગ્રોવર (સંદીપ અને પિંકી ફરાર)
- બેસ્ટ સ્ક્રિનપ્લે- શુભેન્દુ ભટ્ટાચાર્ય અને રિતેશ શાહ (સરદાર ઉધમ)
- બેસ્ટ વીએફએક્સ- સરદાર ઉધમ
- બેસ્ટ કોસ્ચ્યુમ – સરદાર ઉધમ
- બેકગ્રાઉન્ડ સ્કોર- સરદાર ઉધમ
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન- સરદાર ઉધમ
- બેસ્ટ સોંગ- લહરા દો (83)
- બેસ્ટ પ્લેબેક સિંગર- બી પ્રાક (ફિલ્મ શેરશાહ)
- બેસ્ટ સ્ટોરી- ચંડીગઢ કરે આશિકી
- બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ)- અરહાન ભટ (99 સોંગ્સ)
- બેસ્ટ ડેબ્યુ ફીમેલ- શરવરી વાઘ (બંટી ઔર બબલી 2)
- બેસ્ટ ડેબ્યૂ ડાઈરેક્ટર – સીમા પહવા (રામ પ્રસાદ કી તેરહવી)
સુભાષ ઘાઈને મળ્યો લાઈફટાઈમ અચિવમેન્ટ્સ અવોર્ડ