ઉત્તર ગુજરાતગુજરાતધર્મ

ભાદરવી પૂનમના મહામેળાને લઈ અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Text To Speech

યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પુનમનો મહામેળો યોજાશે. આ દિવસો દરમિયાન ભક્તોનું ધોદાપુર ઉમટી પડશે જેને લીધે અંબાજી ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે.સાથે જ માં અંબાની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે, 11 સપ્ટેમ્બરથી આરતી અને દર્શન રાબેતા મુજબના સમય અનુસાર કરી શકાશે.

આરતી અને દર્શનનો સમય (5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી)

  • આરતી સવારે: 5.00થી 5.30 વાગ્યા સુધી
  • દર્શન સવારે: 5.30થી 11.30 વાગ્યા સુધી
  • રાજભોગ: બપોરે 12.00 વાગ્યે
  • દર્શન બપોરે: 12.30થી સાંજે 5.30 વાગ્યા સુધી
  • આરતી સાંજે: 7.00થી 7.30 વાગ્યા સુધી
  • દર્શન સાંજે: 7.30થી રાતે 12 વાગ્યા સુધી
Back to top button