શા માટે ગણેશ ચતુર્થી પર નથી કરાતા ચંદ્ર દર્શન? જાણો કારણ…
સમગ્ર દેશ જયારે ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે જાણીશું કે કેમ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા જોઈએ નહી. ગણેશ ચતુર્થીને કલંક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શનને કેમ અશુભ માનવામાં આવે છે.
ગણેશજીએ ચંદ્રને આપ્યો હતો શ્રાપ
પૌરાણિક કથા મુજબ ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. ગણેશજી એક વાર ભોજન કરી આવી રહ્યા હતા ત્યારે સામે ચંદ્રદેવ મળી જાય છે અને ગણપતિનું મોટું પેટ જોઇને હસવા લાગે છે. આ જોઈને ગણેશજીને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો.ગણેશજીએ ચંદ્રદેવને શ્રાપ આપતા કહ્યું તમને તમારા રૂપનો આટલો અહંકાર છે તો હું તમને ક્ષય થવાનો શ્રાપ આપુ છું. ગણેશજીના શ્રાપથી ચંદ્ર તેમનું તેજ દિવસે-દિવસે ક્ષય(ઓછું) થવા લાગ્યું અને તેઓ મૃત્યુ તરફ આગળ વધવા લાગ્યા
ચંદ્રદેવે તપસ્યા કરી ગણેશજીની માંગી માફી
દેવતાઓએ ચંદ્રદેવને શિવજીની તપસ્યા કરવા માટે જણાવ્યું. ત્યારે ચંદ્રદેવે ગુજરાતના દરિયા કિનારે શિવલિંગ બનાવીને તપસ્યા કરી. ચંદ્રદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને શિવજીએ ચંદ્રદેવને પોતાના માથા પર બેસાડીને તેઓને મૃત્યુથી બચાવી લીધા હતા. ચંદ્રદેવે તેમના અહંકારની ભગવાન ગણેશજી પાસે માફી માગી. ત્યારે ગણેશજીએ તેઓને માફ કર્યા અને કહ્યું કે હું આ શ્રાપ ખતમ કરી નહીં શકુ પણ તમે દરરોજ ક્ષય થશો અને 15 દિવસ પછી ફરી વધવા લાગશો. અને પૂર્ણ થઈ જશો.