ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સેલવાસમાં પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ દાદરાનગર હવેલીની એક મિશનરી સ્કૂલના સંચાલક અને એક શિક્ષક પર સગીર વયની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નાનકડા સંપ્રદેશમાં સ્કૂલના સંચાલક વાઇસ પ્રિન્સિપાલ સાથે શાળાના એક શિક્ષકે દુષ્કર્મ કરવાની ફરિયાદની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની ગંભીતા જોતા દાદરા નગર હવેલી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક અને વાઇસ પ્રિન્સિપાલ માઈકલ નુંન્સની સાથે શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો સાથે સાથે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓ દ્વારા અવારનવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેના પગલે દાદરા નગર હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી છે. ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દાદરા નગર હવેલીના ડેપ્યુટી કલેક્ટરે આગળનો આદેશ ના આવે ત્યાં સુધી સામરવરનીની અવર લેડી ઓફ હેલ્પ નામની શાળાને બંધ કરવાના આદેશ કર્યા છે.