રાજ્યમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવવા ઈચ્છતા યુવાઓ માટે ગૃહવિભાગ દ્વારા પીએસઆઈની 1382 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષાનું આજે અંદાજીત પસંદગી યાદીનું કટઓફ જાહેર કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયા સમિતીના ચેરમેન વિકાસ સહાયે ટ્વીટ કરી આ માહિતી આપી હતી.
The tentative cut off list for PSI Recruitment has been uploaded on the website.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) August 30, 2022
શું છે કટ ઓફ લીસ્ટ ? આખરી પરિણામ ક્યારે થશે જાહેર ?
પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1નું અંદાજીત પસંદગી યાદીનું કટઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે. મંડળની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.