નેશનલ

દુઃખદ સમાચારઃ અર્થશાસ્ત્રી અભિજિત સેનનું 72 વર્ષની વયે નિધન, 2010માં મળ્યો હતો પદ્મભૂષણ

Text To Speech

આયોજન પંચના પૂર્વ સભ્ય  તથા ગ્રામીણ અર્થવ્યવસ્થાના નિષ્ણાત અભિજિત સેનનું સોમવારે રાત્રે નિધન થયું. તેઓ 72 વર્ષના હતા. તેમના ભાઈ ડૉક્ટર પ્રણવ સેને આ દુઃખદ સમાચાર આપ્યા. તેમણે કહ્યું કે, અભિજીત સેનને રાત્રે 11 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. અમે તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ગયું હતું.

Abhijit Sen
File Photo

ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અભિજિત સેને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અર્થશાસ્ત્ર ભણાવ્યું અને અનેક મહત્વપૂર્ણ સરકારી હોદ્દા પર રહ્યા. તેઓ કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વધુમાં તેમણે ઘણી મહત્વપૂર્ણ સરકારી ભૂમિકાઓમાં સેવા આપી હતી.

આ પણ વાંચો : Jammu Kashmir: કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સહિત 50થી વધારે નેતાઓએ આપ્યા રાજીનામા

સેન 2004 થી 2014 સુધી આયોજન પંચના સભ્ય હતા. તે સમયે મનમોહન સિંહ વડાપ્રધાન હતા. તેમને 2010માં જાહેર સેવા માટે પદ્મ ભૂષણ મળ્યો હતો. જ્યારે એનડીએ 2014 માં સત્તામાં આવ્યું, ત્યારે સેનને “લાંબા ગાળાની ખાદ્ય નીતિ” વિકસાવવા માટે ઉચ્ચ સ્તરીય કાર્યકારી જૂથનું નેતૃત્વ કરવા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. સેન જાહેર વિતરણ વ્યવસ્થાના પ્રબળ સમર્થક હતા. તેઓનો જન્મ નવી દિલ્હીમાં રહેતા એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે 1981માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં phd કર્યું હતું. ત્યાં તેઓ ટ્રીનીટી હોલના સભ્ય પણ હતા.

Back to top button