મધ્ય ગુજરાત

વડોદરાઃ ગૌશાળા હટાવવા બાબતે મહિલા ગૌપાલકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ, જુઓ Video

Text To Speech

રાજ્ય સરકારને હાઇકોર્ટની ફટકાર બાદ ઠેર ઠેર ઢોર પકડવાની કામગીરી જોરશોરથી આગળ વધી રહી છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે ઢોરવાડા પર બુલડોઝર ફેરવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે ન્યુ વીઆઇપી રોડ ગુરુદ્વારાની પાસે અને મિલન પાર્ટી પ્લોટની સામે ગેરકાયદે ચાર ઢોર વાળા હટાવવા ગયેલી કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ,પોલીસ અને મહિલા ગૌપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં ઢોરવાડા હતા તેને લાઇસન્સ આપવાની પ્રથા હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશનને આ પ્રથા બંધ કરી દીધી હતી એટલું જ નહીં વડોદરા શહેરમાં આવેલા અનેક ઢોરવાડાના ગૌપાલકોએ ગેરકાયદે રીતે દબાણ પણ કરી લીધા હતા જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને રસ્તા પર રખડતી ગાયોને કારણે અનેક વાર અકસ્માતો સર્જાતા રહેતા હતા.

આ પણ વાંચો : ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે મળશે, રખડતા ઢોર, પાક નુકસાની સર્વે બાબતે થશે ચર્ચા

છેલ્લા એક અઠવાડિયા થી વડોદરા કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવ્યું છે અને રોજ બરોજ ઢોર વાળાના ગેરકાયદે બાંધકામ તોડવાની શરૂઆત કરી છે. આ દરમિયાન સ્થાનિક મહિલા ગૌપાલકોએ કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો જેને કારણે કોર્પોરેશનની ટીમ અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા આખરે પોલીસે કડકાઇ રાખી એક મહિલા ગૌપાલકની અટકાયત કરી દીધી હતી ત્યારબાદ મામલો શાંત પાડી ગેરકાયદે ઢોર વાડાના દબાણો હટાવ્યા હતા

ખાસ નોંધલેવા જેવી બાબત એ છેકે હાઇકોર્ટની ટકોર બાદ વડોદરા શહેરના સમા વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કેટલાક ગૌપાલકોએ ઢોર વાળાનું ગેરકાયદે દબાણ કર્યું છે જેને કારણે હાઇવે ને જોડતો આ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે. તેમજ ઘણાં અકસ્માતની પણ ઘટના બનતી રહે છે. જેના કારણે પોલીસ અને કોર્પોરેશનની ટીમે સાથે રહીને કાર્યવાહી હાથી ધરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં અત્યાર સુધીમાં 500થી વધુ ઢોર પકડવામાં આવ્યા, શું રહી વિવિધ શહેરોમાં સ્થિતિ ?

Back to top button