ટ્રેન્ડિંગસ્પોર્ટસ

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની દેશભક્તિ જોઇને જ્યારે દંગ રહી ગયો હતો હિટલર

Text To Speech

દેશ દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ (National Sports Day)ની ઉજવણી કરે છે. આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના નામાંકિત લોકોને પુરસ્કાર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોણ હતા મેજર ધ્યાનચંદ, જેમની યાદમાં આજે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કોણ હતા ધ્યાનચંદ ?

મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવે છે. તેનો જન્મ 29 ઓગસ્ટ 1905 ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમને હોકીના મહાન ખેલાડી તરીકે યાદ કરવામાં આવે છે. તેને હોકીનો જાદુગર કહેવા પાછળનું કારણ મેદાનમાં તેનું પ્રદર્શન છે. તેણે 1928, 1932 અને 1936 વર્ષોમાં ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ ખેલાડીની સફળતાની વાર્તા અહીં સમાપ્ત થતી નથી. ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. ભારત સરકારે 1956 માં ધ્યાનચંદને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેથી તેનો જન્મદિવસ એટલે કે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Dhyanchand 29 August 01

મેજર ધ્યાનચંદ જ્યારે હોકીના જાદુગર કહેવાંમાં આવતા, ત્યારે તે ખુબ પ્રખ્યાત થઇ ગયા હતા, વિદેશોમાં પણ મેજર ધ્યાનચંદ પ્રસિદ્ધ થઇ ગયા. આજ કારણ રહ્યું જ્યારે બર્લિન ઓલ્મિપિક દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર ( Adolf Hitler) ને ધ્યાચંદ સાથે મળવાની લાલસા થઇ.

1936 માં જર્મનીમાં યોજાયેલા ઓલમ્પિકમાં ધ્યાનચંદે ભારતને એમ્સટટર્ડમ 1928 અને લાંસ એજિલ્સ 1932 ઓલમ્પિક (Olmpic) માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.બર્લિનમાં 14 ઓગસ્ટે વરસાદના કારણે ભારત અને જર્મની વચ્ચેની મેચ ના રમાઇ, જેના કારણે 15 ઓગસ્ટના રોજ રમાઇ જેમાં ભારતીય ટીમ પર દબાવ હતો. ફાઇનલ મેચમાં મેજર ધ્યાનચંદ શુઝ વગર જ મેદાનમાં આવી ગયા, બીજા હાફમાં જ કમાલ કરીને બધાને હેરાન કરી મુક્યા હતા, રણ ભારત 8-1 થી જીત મેળવવામાં સફળ રહ્યો.

Dhyanchand 29 August

ધ્યાનચંદને મળવા માટેનું આમંત્રણ હિટલરે આપ્યુ

મેચ પૂર્ણ થતા જ હિટલર પણ મેચ જોવા માટે આવ્યો હતો, જે મેજર ધ્યાનચંદને મળવા માટેનું આમંત્રણ આપે છે, મેજર ધ્યાનચંદ હિટલર પાસે ગયા અને બંને વચ્ચે વાતચીત થઇ, હિટલરએ મેજર ધ્યાનચંદને પોતાની સેનામાં સર્વોચ્ચ રેન્કમાં પદ અને જર્મની ની સાથે રમવાની ઓફર મળી હતી. પણ મેજર ધ્યાનચંદે તેને સ્વાકારી નહોતી. મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ વર્ષ 1948 માં રમી હતી અને તેમના સમગ્ર કાર્યકાળમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. જે એક રેકોર્ડ છે.

Back to top button