અમદાવાદટોપ ન્યૂઝસ્પોર્ટસ

અમદાવાદઃ ‘ઈન્ટર ક્લબ એક્વેટિક મીટ’માં રાજપથનો રણકાર

Text To Speech

અમદાવાદની જુદી-જુદી ચાર ક્લબ દ્વારા સ્વિમિંગ કોમ્પિટિશન યોજવામાં આવી. જેમાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, એલિસ બ્રિજ જીમખાના, સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર્સે ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંતુ, આ કોમ્પિટિશનમાં સૌથી વધુ નોંધનીય વાત એ રહી કે, Inter Club Aquatic Meet 2022 કોમ્પિટિશનમાં રાજપથ ક્લબે 20 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.Inter Club Aquatic Meet 2022

જે રેકોર્ડ 20 વર્ષથી એક જ ક્લબના નામે હતો. જે રેકોર્ડ 20-20 વર્ષથી કોઈ તોડી શક્યું ન હતું. એ રેકોર્ડને અમદાવાદની Rajpath Club દ્વારા તોડી નાંખવામાં આવ્યો છે. જેમાં વિજેતાના નામ નીચે મુજબ છે.

વિજેતાના નામ 

5થી 8 વર્ષ: અંશ પટેલ, આરસી શાહ 

9થી 10 વર્ષ: રિશી પટેલ, ધ્યાની પટેલ 

11થી 12 વર્ષ: અરહાન હર્ષ , પ્રિસા દેસાઈ 

13થી 14 વર્ષ: આરુષ ઝાલા, વેનીકા પારેખ 

15થી 16 વર્ષ: પ્રિયમ બ્રહ્મક્ષત્રીય, દિયા પટેલ 

17થી 18  વર્ષ: અલન પારેખ, ક્રિષા ત્રિવેદી 

19થી 21 વર્ષ: અંશ પટેલ, અહાના ચોકસી 

22થી 25 વર્ષ: અરમાન શાહ, અનુશ્રી મશરૂવાલા

26થી 30 વર્ષ: રાહુલ ચોકસી, પ્રજ્ઞા મોહન 

31થી 40 વર્ષ: રાહુલ પંડ્યા, નિશીત શાહ, સજની પટેલ 

41થી 50 વર્ષ: રવિ પટેલ, અનીષા મહેતા 

51થી 60 વર્ષ: મેહુલ શાહ, જાનકી પટેલ 

61થી 70 વર્ષ: મહેન મૌર્ય, યોગીની રાજે 

71થી 80 વર્ષ: હરિવદન સોની, રીટા કડિયા 

80 વર્ષથી વધુ: વી જે પટેલ, શકુંતલા પટેલ 

ડાઈવિંગ કોમ્પીટીશન રીઝલ્ટ પુરુષ કેટેગરી

  • રાજપથ: દિનેશ કાછટ
  • રાજપથ: રાહુલ પંડ્યા
  • એલિસબ્રીજ જીમખાના: ધ્યાન મોદી
  • સ્પોર્ટ્સ ક્લબ: રાજહંસ જૈન 

ડાઈવિંગ કોમ્પીટીશન રીઝલ્ટ મહિલા કેટેગરી

  • એલિસબ્રીજ જીમખાના: ધ્રિતિ પટેલ
  • એલિસબ્રીજ જીમખાના: દેવાંશી જોષી

આ આખી સ્વિમિંગ કોમ્પિટિશનને સફળ બનાવવા માટે અનેક લોકોનો અથાગ પ્રયાસ રહ્યો છે. જેમાં એલિસબ્રીજ જીમખાનાના ટ્રેઝરર સમિક શાહ, જોઈન્ટ સેક્રેટરી શપથ શાહ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોકસી તેમજ રાજપથ સ્વિમિંગ પુલ કમિટીના ચેરમેન કંદર્પ અમીન, એલિસબ્રીજ જીમખાના સ્વિમિંગ પુલ કમિટીના કન્વેનર રુચિર પટેલ, મેમ્બર વિનીત પરીખ સહિત  સ્પોર્ટ્સ કમિટી એલીસબ્રીજ જીમખાનાના કન્વેનર પ્રાંજલ પટેલ તેમજ કર્ણાવતી ક્લબ કોચ રોહિતભાઈ, રાજપથના કોચ હાર્દિક પટેલ અને એલિસબ્રીજ જીમખાના કોચ અમિત પટેલ સહિતના સ્ટાફે સહભાગી બની આ સ્વિમિંગ કોમ્પિટિશનને સફળ બનાવી હતી

Inter Club Aquatic Meet 2022
Inter Club Aquatic Meet 2022

20 વર્ષ સુધી જે કોમ્પિટિશનના વિનર તરીકે કોઈ એક જ ક્લબનું નામ રહેતું હતું. તે રેકોર્ડ તોડીને રાજપથ ક્લબે જીત પોતાના નામે કરી લીધી છે. તો, વૉટર પોલો કોમ્પિટીશનમાં એલિસ બ્રિજ જીમ ખાનાની જીત થઈ છે.

આશરે 500થી વધુ લોકો સ્વિમિંગ કોમ્પિટિશનમાં જોડાયા હતા. આ સ્વિમિંગ કોમ્પિટિશન એલિસ બ્રિજ જીમખાના દ્વારા યોજવામાં આવી હતી. જેમાં 5 વર્ષથી લઈને 70 વર્ષના લોકોએ ભાગ લીધો હતો.જેમાં વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button