દક્ષિણ ગુજરાત

સુરતઃ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરનાર હિંદુ યુવકના આપઘાતમાં મામલે, ગાયનું માંસ ખવડાવવાની વાત આવી સામે

Text To Speech

સુરતના ઉધનામાં એક ડાઇંગ મિલમાં માસ્ટર તરીકે કામ કરતા યુવકે 2 મહિના પહેલાં આપઘાત કર્યો હતો, પરંતુ બે મહિના પછી યુવકે લખેલી સ્યૂસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે અને યુવકના મોતનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે અને પોલીસે પત્ની અને તેણીના ભાઇની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્યૂસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે, મને જબરદસ્તથી ગાયનું માંસ ખવડાવીને મારી પત્ની અને સાળો ત્રાસ આપતા હતા, એટલે આ આત્યાંતિક પગલું ભરી રહ્યો છુ. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

suicide case Surat

ઉધના પટેલનગરમાં બે મહિના અગાઉ ગળેફાંસો ખાઈ 24 વર્ષના પરપ્રાંતીય યુવાને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મરનાર યુવાનને તેની મુસ્લિમ પત્ની અને તેણીનો ભાઇ યુવકને ગાયનું માંસ જબરદસ્તીથી ખવડાવી ત્રાસ આપતા હતા. હતી. હતાશામાં યુવાને આત્મહત્યા કરી લીધી હતી. આ હકીકતના આધારે ઉધના પોલીસે યુવકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ મુક્તાર અલી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે આજ મેં ઇસ દુનિયા કો છોડ કે જા રહા હું, મેરી મોત કા કારણ મેરી બીબી સોનમ ઔર ઉસકા ભાઇ અખ્તર અલી હૈ,મેરે સભી દોસ્તો સે અનુરોધ હૈ, આપ લોગ મુઝે ઇન્સાફ દિલાના. મુજે જાન સે મારને કી ધમકી દેકર ગૌ-માંસ ખિલાયા ગયા, મેં અબ ઇસ દુનિયામાં જીને કે લાયક નહીં હું. ઇસલિયે આત્મહત્યા કરને જા રહા હું.

Surat-Suicide-Case
Surat-Suicide-Case

27 વર્ષનો રોહિત સિંગ ઉધના આવેલી ડાઇગ મિલમાં નોકરી કરતો તે વખતે મિલમાં નોકરી કરતી સોનમ અલી સાથે પ્રેમ થયો હતો. સોનમ મુસ્લિમ હોય અને તેના અગાઉ લગ્ન થયેલા હોય જેના કારણે પરિવારજનોએ રોહિતસિંગને લગ્ન કરવાની ના પાડી હતી અને લગ્ન કરે તો અલગ રહેવાની વાત કરી હતી. આથી રોહિત સિંગ પરિવારને છોડી સોનમ સાથે છેલ્લા એક વર્ષથી રહેતો હતો અને પરિવાર સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.+

આ પણ વાંચો : ગણેશ ઉત્સવની સાથે સુરતમાં નવો ટ્રેન્ડ શરૂ થયો

રોહિતસિંગને પત્ની અને સાળા મુક્તાર અલીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગૌ-માંસ ખવડાવી માનસિક ત્રાસ આપતા હતા. સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૃતકે પોતે લખેલી સુસાઇડ નોટ આધારે પરિવારે મૃતકની પત્ની અને ભાઈ સામે ગુનો નોંધાવ્યો છે. જો કે સોશિયલ મીડિયામાં સ્યૂસાઇડ નોટ ક્યારે અપલોડ કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી કરશે.

Back to top button