ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતબિઝનેસ

ગણેશ ઉત્સવની સાથે સુરતમાં નવો ટ્રેન્ડ શરૂ થયો

Text To Speech

છેલ્લા 2 વર્ષથી કોરોનાકાળમાં દરેક ઉત્સવ સમયે બ્રેક લાગી ગઈ હતી. પણ આ વર્ષે તમામ તહેવારોની ઉજવણી પૂરાજોશ અને ઉત્સાહ સાથે થઈ રહી છે. આ માટે ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં શનિ-રવિની રજામાં મોટાભાગના મોટા ગણેશ આયોજકોએ ગણેશ આગમન યાત્રા કાઢવાની શરુઆત કરી દીધી છે. જેના કારણે જે વિસ્તારમાં આગમન હોય તે વિસ્તારમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો ગણેશ આગમન યાત્રામાં જોડાઈ રહ્યાં છે અને તેને જોવા માટે પણ હજારો લોકો રસ્તા પર ઉતરતા જોવા મળી રહ્યાં છે.

નવો ટ્રેન્ડ થયો શરૂ

સુરતમાં છેલ્લા બે દિવસથી બાપાની આગમન યાત્રામા ગણેશ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે તે જોતાં ગણેશ આયોજકો અને ભક્તો ઉત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરશે તેવું નક્કી થઈ ગયું છે.

શહેરના કોટ વિસ્તાર અને રાંદેર- અડાજણ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આ યાત્રામા મોટા લાઇટિંગ, ડીજે. ઢોલ નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ, જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નિકળી રહી છે.

Ganesh Agaman Surat 01

રાજકીય નેતાઓની હાજરી 

આ ઉપરાંત ઘણાં રાજનેતાઓ પણ ગણેશજીના આગમન યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. બાપ્પાના આગમન યાત્રામાં સ્થાનિક રાજકારણીઓને હાજર રાખવા માટે આયોજકો આગ્રહ રાખી રહ્યાં છે તો બીજી તરફ આ યાત્રામાં હજારો લોકો જોડાયેલા હોય રાજકારણીઓ માટે આ એક પ્રકારની તક છે.

હજારો લોકો વચ્ચે સ્થાનિક રાજકારણીઓ, પાલિકાના પદાધિકારી, કોર્પોરેટરો, ધારાસભ્યો કે મંત્રીઓ પણ આગમન યાત્રામાં જોડાઈ રહ્યાં છે તેના કારણે આગમન યાત્રાનું મહત્વ પણ વધી રહ્યું છે.

Ganesh Agaman Surat

કરોડોના વેપારની શક્યતા

તેમજ માત્ર સુરતમાં જ ગણેશોત્સવમાં 300 કરોડનો (300 Crores) વેપાર થવાની શક્યતા છે. કોરોનાનાં બે વર્ષ પછી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી, કેટરિંગ સર્વિસ, માળી, મંડપનું કાપડ બનાવનાર વેપારીઓ, ટ્રાન્સપોર્ટરને સારો વેપાર મળશે એવી આશાઓ જાગી છે. ગણેશોત્સવ પર્વ નિમિત્તે લાઇટિંગ, ડેકોરેશન, ડીજે, ટેમ્પો, ટ્રેલર, થિમ મંડપ, ઓરકેસ્ટ્રા, ફૂલહાર, જમણવાર પાછળ મોટો ખર્ચ થતો હોય છે.

આ પણ વાંચો : ‘બાપ્પા’ને આવકારવા સુરતીઓ આતુર

Back to top button