આજે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છે ત્યારે ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને કોવિડ-19 માંથી સાજા થઈને તેઓ આજે મુકાબલામાં ડ્રેસિંગ રૂમમાં હાજર રહેશે. આ સાથે વીવીએસ લક્ષ્મણની ભારતની વાપસી થશે.
એશિયા કપ માટે દુબઈ રવાના થતા પહેલા રાહુલ દ્રવિડની કોવિડ-19 રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને તેઓ ટીમ ઇન્ડિયા સાથે પહોંચી શક્યા નહોતા. BCCIએ રાહુલ દ્રવિડનાં સ્થાને વીવીએસ લક્ષ્મણને કોચ બનાવીને દુબઈ મોકલ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડ શનિવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા અને તેમણે ટીમ જોઈન કરી.
BCCIએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું છે કે રાહુલ દ્રવિડ કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે જોડાશે. BCCIએ કહ્યું હતું કે લક્ષ્મણના કોચ હોવાથી ટીમ ઇન્ડીયાએ ઝીમ્બાબ્વે સામે ત્રણ મેચની વન ડે સીરીઝ રમી છે. રાહુલ દ્રવિડની અનુપસ્થિતિમાં લક્ષ્મણ દુબઈમાં ટીમ ઇન્ડીયા સાથે રહેશે.
આ પણ વાંચો : વિરાટ કોહલીની કારકિર્દીની સૌથી મોટી મેચ, પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરતાની સાથે રચશે ઈતિહાસ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામે મેચમાં ડ્રેસિંગ રૂમનો ભાગ બનશે. એટલું જ નહીં, રિપોર્ટમાં વીવીએસ લક્ષ્મણની ભારત પરત આવવાની પણ જાણકારી આપવામાં આવી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા દ્રવિડના કોચિંગ ગાઈડન્સ સામે એશિયા કપમાં સારો પ્રદર્શન કરે તેવી સૌ કોઈની ઈચ્છા રહેલી છે.