IPS ભગીરથસિંહનું સરાહનીય કાર્ય: દીકરાએ તરછોડેલી માતાની આવ્યા વ્હારે
કહેવાય છે કે પૃથ્વી પર ખરેખર જો કોઈ સાચી યોદ્ધા છે તો તે માં છે. અને આ કહેવતને સાચી ઠેરવી છે અમદાવાદના વેજલપુરમાં રહેતા કલાવતીબહેને. દીકરાને જન્મ આપ્યા બાદ થોડા વર્ષો બાદ દીકરાની તમામ જવાબદારી કલાવતીબહેનના માથે આવી પડી. અને એ તમામ જવાબદારી નિભાવી. માતાએ ખુબ જ લાડકોડથી દીકરાને મોટો કર્યો અને એ જ દીકરો મોટો થઈને માતાની જમાપુંજી લઈને રફુચક્કર થઇ ગયો. એ તો કલાવતી બહેનના નસીબ સારા હતા કે તેમના પર એક IPSની નજર પડી અને તેઓએ મદદ કરી. આ દયાળુ IPSનું નામ છે ભગીરથસિંહ જાડેજા. જેઓ એક દીકરાની જેમ કલાવતીબહેનને સાચવી રહ્યા છે. આ વાતની નોંધ રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીએ પણ લીધી હતી અને ટ્વીટ કરી જાણકારી આપી હતી.
Is this a coincidence or something else, that I came across this news on #SeniorCitizens Day?
Well,this horrible news filled me with anger on one side & with tears of pride on the other.
Son cheats deaf mother for money, whereas our SHE team comfort her with love & necessities pic.twitter.com/aHrrLPo1Pc
— Harsh Sanghavi (@sanghaviharsh) August 21, 2022
દીકરો માતાના પૈસા ઉપાડી ફરાર
કલાવતીબેન કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા અને તેમના દીકરાનો ઉછેર કરતા હતા. આશ બસ એટલી જ હતી કે ઘડપણમાં દીકરો તેમની કાળજી રાખે. પરંતુ અહી તો દીકરો જાણે માતાના રૂપિયા પર નજર બનાવીને બેઠો હતો. જેવી માતા નિવૃત થઇ અને બેંકમાં પૈસા પડ્યા કે તરત જ નરાધમ દીકરો સફાળો ઉઠ્યો અને કોરા ચેકમાં માતાને ભોળવીને સહી કરાવી લીધી. ફક્ત બેંકમાં માતા માટે 1200 રૂપિયા રહેવા દીધા.આ વાત પણ કલાવતીબહેનને ખબર ના હતી. એક દિવસ કલાવતીબહેનની તબિયત ખરાબ થઇ અને તેઓએ પાડોશીને ચેક આપી કહ્યું મને બેંકમાંથી થોડા પૈસા ઉપાડી આપો તો હું મારી સારવાર કરાવી શકું. પરંતુ જયારે ચેક બાઉન્સ થયો ત્યારે નરાધમ પુત્રની અસલીયત સામે આવી અને માતાને પોતાના કપૂતની કરતૂતની ખબર પડી. જયારે ખબર પડી ત્યારે ખુબ જ મોડું થઇ ગયું હતું. ના કલાવતીબહેન પાસે બે ટંક ખાવાના પૈસા હતા કે ના મજૂરી કરવાની તાકાત.
IPS મદદે ન આવ્યા હોત તો કલાવતીબા ભૂખે મરત
કલાવતીબહેનની આપવીતી સાંભળીને ખુદ IPS ભગીરથસિંહનું હ્રદય પણ કંપી ઉઠ્યું. અને તેઓએ મદદની તૈયારી બતાવી. દીકરો અસહાય માતાને છોડીને ભાગી ગયો પરંતુ ભગીરથસિંહે પુત્ર બની સારવાર, જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી જવાબદારી નિભાવી. એટલું જ નહી કલાવતીબેનના નરાધમ દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી સાથે જ તેઓનું પેન્શન ચાલુ થાય તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા.