ટ્રેન્ડિંગમનોરંજન

સોશિયલ મીડિયા પર #BoycottBrahmastra સામે #WELOVEALIABHATT કેમ થવા લાગ્યું ટ્રેન્ડ ?

Text To Speech

હાલમાં સોશ્યિલ મીડિયા પર બોલિવુડ ફિલ્મોના બોયકોટ કરવા માટેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં અગાઉ રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવામાં આવી હતી જેની અસર ફિલ્મના બિઝનેશ પર જોવા મળી છે. જે પછી લાઈગર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને બોયકોટ કરવાની માંગ ચાલી રહી છે. જેના પર હવે આલિયાના ફેન્સ કાઉન્ટર અટેક કરી રહ્યા છે અને બોયકોટ બ્રહ્માસ્ત્રની સામે વી લવ આલિયા ભટ્ટ (We Love Alia Bhatt) ટ્રેન્ડ થઈ રહ્યું છે.

જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, આલિયાને નેપોટિઝમ અને ટ્રોલિંગ જેવી ઘણી બાબતો પર સવાલ કરવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દાઓ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, જો તમે મને પસંદ નથી કરતા તો મારી તરફ ન જુઓ’. લોકોએ આલિયા ભટ્ટની આ ટિપ્પણીને હૃદય પર લીધી અને બૉયકોટ બ્રહ્માસ્ત્રનો ટ્રેન્ડ શરૂ કર્યો.

આલિયાના ફેન્સ આવ્યા સામે 

 

સોશિયલ મીડિયા પર બોયકોટ બ્રહ્માસ્ત્રના ટ્રેન્ડને જોઈને ચાહકો આલિયાના સમર્થનમાં ‘વી લવ આલિયા ભટ્ટ (We Love Alia Bhatt)’ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આલિયા ભટ્ટની એક્ટિંગના વખાણ કરતા જોવા મળે છે. આલિયા માટે ચાહકોનો આ પ્રેમ જોઈને એવું લાગે છે કે અભિનેત્રી માટે કોઈ કંઈ પણ કહે પણ તેના ચાહકો હંમેશા તેની સાથે છે.

આ પણ વાંચો : પિન્ક શીયર ટોપમાં આલિયા, રણબીર સાથે આપ્યા ક્યૂટ પોઝ

Image

Back to top button