વિશ્વભરમાંથી કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. હાલ પણ દુનિયામાં દરરોજ લગભગ 5 લાખથી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યાં છે. તો ચીન સંક્રમણની અત્યાર સુધીની સૌથી ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે. આ બધાંની વચ્ચે કોરોનાને લઈને એક નવી સ્ટડી સામે આવી છે, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. બ્રિટનની આ સ્ટડીમાં દાવો કરાયો છે કે કોરોના સંક્રમણના કારણે માથામાં તેની અસર 20 વર્ષ સુધી રહે છે.
રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણ એક સ્થાઈ સંજ્ઞાનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે બની શકે છે. કોરોનાથી સંક્રમિત દર્દીમાં સંક્રમણ પછી પણ થાક, યાદ કરવાની સમસ્યા, પૂરતી ઊંઘ ન આવી, ચિંતા અને પોસ્ટ ટોમેટિક સ્ટેસ ડિસઓર્ડર (PTSD) જેવાં લક્ષણો જોવા મળે છે.
મેમરી ટેસ્ટ થઈ હતી
રિસર્ચરે કોરોનાના 46 દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો છે. આ તમામ હોસ્પિટલમાં દાખલ હતા, જેમાંથી 16ને ICUમાં પણ રાખવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને માર્ચથી જુલાઈ 2020 વચ્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓને સંક્રમણના 6 મહિના પછી કોગ્નિટ્રોન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા. આ ટેસ્ટ મેમરી, ધ્યાન અને તર્ક જેવા માનસિક માપદંડ માપવા માટે હતા. આ ઉપરાંત ચિંતા, તણાવ સંબંધી વિકારોનું પણ આકલન કરાયું. ICUમાં દાખલ દર્દીઓ પર કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી.
કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ઈમ્પીરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોની એક ટીમે આ રિસર્ચ કર્યું. જેમાં સામે આવ્યું કે કોરોનાની અસર 10 IQ અંક ગુમવ્યા બરોબર છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એનેસ્થીસિયા વિભાગના પ્રોફેસર ડેવિડ મેનનના જણાવ્યા મુજબ, નિયમિત ઉંમર વધવાની સાથે મનોભ્રંશ અને સંજ્ઞાનાત્મક હાનિ થાય તે સામાન્ય છે, પરંતુ કોરોનાના કેસમાં જે પેટર્ન જોવા મળી તે અલગ હતી. રિપોર્ટ મુજબ કોરોના સંક્રમણના 6 મહિનાથી વધુ સમય પછી પણ પ્રભાવો જાણી શકાય છે. એટલું જ નહીં સંક્રમણ પછી આ અસરને ઠીક થવાનો દર પણ ઘણો જ ધીમો છે.
ઈમ્પીરિયલ કોલેજ લંડનમાં ડિપાર્ટમેન્ટ ઓફ બ્રેનના પ્રોફેસર એડમ હેમ્પશાયરે કહ્યું, એકલા ઈંગ્લેન્ડમાં કોરોનાથી સંક્રમિત હજારો લોકોને સારી સારવારમાંથી પસાર થવું પડ્યું. અનેક લોકો ઘણાં જ ગંભીર હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. તેમને કહ્યું જેનો અર્થ છે કે અહીં મોટી સંખ્યામાં એવા લોકો છે જે હાલ પણ મહિના પછી કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આપણે તાત્કાલિક તે જોવાની જરૂરિયાત છે કે આ લોકોની મદદ માટે શું કરી શકાય?