ગુજરાતટોપ ન્યૂઝ

PMનું અમદાવાદમાં આગમન, PM મોદી અટલ બ્રિજનું કરશે લોકાર્પણ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ  ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું. આ દરમિયન વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે અમદાવાદ એરપોર્ટ પર જ બેઠક યોજાઇ.

PMનું અમદાવાદમાં આગમન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસ ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ સહીતની વિસ્તારોની મુલાકાત કરી વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. વધુમાં મોદી આજે અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે તેમજ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે. એ સિવાય અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. જ્યારે આવતીકાલે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

Back to top button