રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં, જુઓ વીડિયો
હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યમાં હાલ રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનપાની ટીમ અને પોલીસ દ્વારા ઢોર પકડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અચાનક ઢોરના માલિક આવી ચડે છે અને બન્ને વચ્ચે બબાલ થાય છે જો કે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઢોરની મહિલા માલિક રણચંડી બની પોલીસ સામે જીભાજોડી કરી રહી છે હાથમાં દાતરડું લઈને તેના બાંધેલા ઢોરને છોડાવી રહી છે. જો કે તે દરમિયાન પોલીસ વચ્ચે પડે છે પણ મહિલા એટલી બધી ગુસ્સામાં છે કે પોલીસ પણ પાછી પાની કરી દે છે અને મહિલા તેના ઢોર છોડાવી ચાલી નીકળે છે.
રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં, જુઓ વીડિયો#straycattle #government #Viral #ViralVideo #Gandhinagar #Ahmedabad #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/vdpQshs3TH
— Hum Dekhenge News (@humdekhengenews) August 27, 2022
રખડતા ઢોર પકડવાનું બેદરકારીભર્યું અભિયાન?
આ વીડિયો જોયા પછી સ્પષ્ટ થાય છે કે ફક્ત બે પોલીસ કર્મીને સાથે રાખીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ જાહેર રોડ પર ઢોરને બાંધવામાં આવ્યા હતા. જે દરમિયાન મહિલાએ તેના ઢોરને છોડાવ્યું ત્યારે એ જાહેર રોડ પર દોડ્યું હતું જો કે સદનસીબે કોઈ અડફેટે આવ્યું ના હતું. જો કોઈ અડફેટે આવી ગયું હોત તો તેના રામ રમી ગયા હોત..આમ કોઈ પણ જાતની સુરક્ષા કે વ્યવસ્થા વિના જ રખડતા ઢોર પકડવાની કામગીરી કેટલા અંશે યોગ્ય તે સવાલ આ વીડિયો જોયા પછી સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે.