ગુજરાત: રાજ્યના પોલીસ વિભાગમાં આનંદના સમાચાર પ્રાપ્ત થયા છે.આગામી સોમવાર સાંજ સુધીમાં નવા ગ્રેડ-પે ના જી.આર જાહેર કરાશે. આ મહિનાથી જ નવો પગાર વધારો અમલમાં આવશે. જી.આર ને આખરી ઓપ આપવા માટે ગૃહવિભાગ ઓફિસમાં ધમધમાટ જોવા મળ્યો છે.રાજ્યના પોલીસ વિભાગ માટે ગૃહ વિભાગ દ્વારા નવા ગ્રેડ પેની જાહેરાત કરવામાં આવી હતી. લાંબા સમય બાદ પોલીસ વિભાગના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.
સોમવાર સાંજ સુધીમાં જી.આર. જાહેર કરી દેવાશે
આ પહેલા એવા સમાચાર હતા કે આ મહિનાથી આ ગ્રેડ પેનો અમલ નહીં થાય.આ બાબતે હવે રાજ્યના ગૃહવિભાગમાં અત્યારે પણ ગ્રેડ પેને આખરી ઓપ આપવાની તૈયારી ચાલી રહી છે. સોમવારે મોડી સાંજે સુધી જી.આર જાહેર કરી દેવામાં આવશે. જેમા રાજ્ય સરકાર દ્વારા ગ્રેડ પેની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારથી જ તેને અમલી બનાવામાં આવશે. અને ચાલુ મહિનાના પગાર સાથે જ પોલીસકર્મીઓને નવા ગ્રેડ-પે પ્રમાણે વેતન આપવામાં પણ આપવામાં આવશે.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતેથી આંદોલન શરૂ થયું હતું
આ જાહેરાત પહેલા રાજ્યના પોલીસ વિભાગના જવાનો દ્વારા ગ્રેડ-પે વધારવા બાબતે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ તમામ જિલ્લાઓમાં પોલીસ ગ્રેડ-પે વધારવા આંદોલન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલે વિધાનસભાના પગથિયા પર બેસી પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલનની શરૂવાત કરી હતી.આ આંદોલન એ ત્યારબાદ રાજ્યવ્યાપી બન્યુ હતું અને ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયુ હતુ. આ આંદોલન બાદ રાજ્યના ગૃહવિભાગે નાણાંવિભાગ સાથેની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા એલાઉન્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી.