ટોપ ન્યૂઝસ્પોર્ટસ

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગ જીતનાર પહેલો ભારતીય

Text To Speech

ઓલંપિકના ગોલ્ડન બોય ભાલા ફેંક ખિલાડી નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયશિપમાં ઈતિહાસ રચી દીધો છે.નીરજે અમેરિકાના યુઝેનમાં ચાલી રહેલી ચેમ્પિયશિપની ફાઈનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ જીત સાથે જ નિરજ ચોપડાએ સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યુરિખમાં આયોજિત ડાયમંડ લીગના ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે.

નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ

ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ યુઝેન, યુએસએમાં રમાઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. આ ગેમમાં તેનો મુકાબલો ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ સામે હતો. એન્ડરસને ગોલ્ડ જીત્યો છે. આ ચેમ્પિયનશિપમાં નીરજ ઉપરાંત રોહિત યાદવે પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નીરજે 88.13 મીટર દૂર ભાલો ફેંકીને યુએસએના યુજેનમાં આયોજિત ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું હતું. રોહિત યાદવ ફાઇનલમાં 10માં નંબર પર રહીને મેડલની રેસમાંથી બહાર થઇ ગયો હતો. અગાઉ આ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત પાસે માત્ર એક જ મેડલ હતો. જે લાંબી કૂદની મહાન એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે 2003માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. હવે 19 વર્ષ બાદ બીજો મેડલ ભારતના ફાળે આવ્યો છે. જે સિલ્વર છે.

એક તીર ત્રણ નિશાન

1) ડાયમંડ લીગ મીટનું ટાઇટલ જીત્યું

2) જ્યુરીખમાં યોજાવા જનાર ડાયમંડ લીગ ફાઇનલ્સમાં પણ એન્ટ્રી મેળવી

3) બુડાપેસ્ટમાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ-2023 માટે કર્યું ક્વોલિફાય

હરિયાણાના પાનીપતનાં રહેવાસી નીરજ ચોપરાએ અગાઉ ભારતને અનેક મેડલ્સ અને ખિતાબ અપવાવ્યાં છે. આમાં ઓલિમ્પિક ગોલ્ડનો પણ સમાવેશ થાય છે.

Back to top button