હરિયાણાના બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં પોલીસે તેના બે સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. તેના પરિવારજનોને પહેલા દિવસથી જ હત્યાની આશંકા હતી. સોનાલી ફોગાટ મંગળવારે ગોવામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
ગોવા પોલીસના આઈજીપી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે, અમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. જેમાં સુધીર સાંગવાન અને સુખવિંદર સોનાલી સાથે પાર્ટી કરતા જોવા મળે છે. સોનાલીને બળજબરીથી ડ્રગ્સ અપાયું હતું. સુખવિંદરે સ્વીકાર્યું છે કે, સોનાલીને પ્રવાહી સ્વરૂપે ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. આરોપીઓ સોનાલી ફોગાટ સાથે ટોયલેટ ગયા હતા, તેઓ ત્યાં 2 કલાક રોકાયા હતા. જ્યારે અંદર શું કરવામાં આવ્યું હતું તે અંગે પૂછપરછ કરવામાં આવી તો બંને આરોપીઓ કંઈ બોલતા નથી. અમે પૂછપરછ કરી રહ્યા છીએ જેથી અમે વધુ માહિતી મેળવી શકીએ.
પોલીસે શું કહ્યું?
પોલીસ અધિકારીએ કહ્યું કે, પરિવારના સભ્યો જેવા પ્રકારના આક્ષેપો કરી રહ્યા હતા. તેના પુરાવા મળ્યા નથી. મુંબઈના કેટલાક લોકો સોનાલીને મળવા પણ જતા હતા. કોઈ ચોક્કસ ઈજા ન હતી, જેના કારણે ડોક્ટરે પહેલા મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. સીસીટીવીમાં દેખાય છે કે, ઘણા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ક્યાં પ્રકારનું ડ્રગ આપવામાં આવ્યું તેની હજુ કોઈ માહિતી મળી નથી. તેમજ બોટલ ક્યાં ફેકવામાં આવી તેની પણ શોઘ ચાલુ છે.
ક્લબથી હોટેલ સુધી ટેક્સી લીધીતેણે કહ્યું કે, સોનાલીને એક ટેક્સી ડ્રાઈવર ક્લબમાંથી હોટેલમાં લઈ ગયો. ગોવા પોલીસે ટેક્સી ડ્રાઈવરને બોલાવીને પૂછપરછ કરી છે. તેથી એ જાણી શકાય કે તે સમયે સોનાલી ફોગાટ કઈ હાલતમાં હતા. ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે, જ્યારે તેને સુખવિન્દર અને સુધીરની સામે મૂકવામાં આવ્યું ,ત્યારે તેઓએ સ્વીકાર્યું કે તેઓએ જાણી જોઈને પીડિતાને અપ્રિય રસાયણો ભેળવીને પીવડાવ્યું હતું. પીડિતા તેને પીધા પછી હોશમાં રહી શકી નહીં.
આ પણ વાંચો: CM યોગીના OSDનું રોડ અકસ્માતમાં મોત, સ્કોર્પિયો ઝાડ સાથે અથડાઈ, પત્નીની હાલત ગંભીર
બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે બંને આરોપીઓની આઈપીસીની કલમ 302 અને 34 હેઠળ ધરપકડ કરી છે. વીડિયો પરથી ખુલાસો થયો છે કે, કથિત આરોપી પીડિતાને બળજબરીથી કંઈક પીવડાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, સોનાલી ફોગાટના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ તેના પર હત્યાનો આરોપ લગાવ્યો હતો અને CBI તપાસની માંગ કરી હતી. હરિયાણા સરકાર પણ સીબીઆઈ તપાસ કરાવવા સંમત થઈ હતી. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે, પરિવારની લેખિત માંગ મળતાની સાથે જ સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા હતા .જ્યાં તેની એકમાત્ર પુત્રી યોશધારાએ તેને અગ્નિથી પ્રગટાવ્યો હતો.