સ્પોર્ટસ

પાકિસ્તાન સામે શું હીટ થશે રોહિત શર્મા, રાહુલ અને વિરાટ કોહલી? પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

Text To Speech

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેના શ્રેષ્ઠ ફોર્મમાં નથી. કેએલ રાહુલ આ વર્ષે ફેબ્રુઆરીથી માત્ર ત્રણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે અને વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ પહેલેથી જ ચર્ચાનો વિષય છે. તેથી એશિયા કપ 2022માં શી થશે તે પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

વિરાટ કોહલીનુ બેટ ખૂબ ગરજશે

ભારતના ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન સબા કરીમે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર વિશે પોતાની ભવિષ્યવાણી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઈમાં મેચ રમાવાની છે. જેને લઈને સબા કરીમે કહ્યું, “મારો ટોપ ઓર્ડર કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી છે અને મને લાગે છે કે ટીમ ઈન્ડિયાનો આ અનુભવી ટોપ ઓર્ડર પાકિસ્તાન જેવી ટીમ સામે એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરશે. હું સમજું છું કે વિરાટ કોહલી તેના ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે, કેએલ રાહુલ ચોક્કસપણે તેના ખાતામાં કેટલાક રન ઉમેરવા માંગશે. પરંતુ મને લાગે છે કે જો વિરાટ અને કેએલ રાહુલ બે-ત્રણ દિવસ સુધી સારી પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે તો તેઓ ટીમ ઈન્ડિયા માટે યોગ્ય સમયે ફોર્મમાં પાછા આવી જશે.

સબા કરીમે ભવિષ્યવાણી કરી

સબા કરીમે એ પણ જણાવ્યું કે તેમની પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી માત્ર એક જ ખેલાડીને સામેલ કરવામાં આવશે. તેણે કહ્યું, ‘સારું, હું મારી પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક વિકેટ કીપર બેટ્સમેનને સામેલ કરી શકું છું કારણ કે હું કેએલ રાહુલ અને વિરાટ કોહલીને પસંદ કરી રહ્યો છું. મારી પાસે દિનેશ કાર્તિક અને ઋષભ પંત વચ્ચે પસંદગી કરવાની એક જ તક છે અને હું પંતની સાથે જઈશ કારણ કે તે ટીમ ઈન્ડિયા માટે એક્સ ફેક્ટર છે.

Back to top button