મુંબઈનું પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગેટ વે ઓફ ઇન્ડિયાને કેટલાક દિવસો સુધી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રાયગઢના દરિયા કાંઠે શસ્ત્રો મળવા સહિતની કેટલીક ઘટનાઓને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી ન આવે ત્યાં સુધી અહીં પ્રવાસીઓનો પ્રવેશ બંધ રહેશે.
રાયગઢમાં શસ્ત્રો મળવા સહિતની ઘટનાઓને પગલે નિર્ણય
રાયગઢના હરિહરેશ્વર દરિયાકાંઠે 18 ઓગસ્ટના બોટમાં ત્રણ એકે-56 રાઇફલ ૨૨૫ કારતૂસ, 10 બોક્સ અમુક દસ્તાવેજો મળ્યા હતા. જેને લીધે દોડધામ મચી ગઈ હતી. રાજ્યભરમાં હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ પછી હવે મુંબઈના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંના એક ગેટવે ઓફ ઈન્ડિયાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફાઇવ સ્ટાર હોટેલમાં બોમ્બ હોવાની ધમકી
આ ઘટના બાદ મુંબઈના ટ્રાફિક પોલીસને 26/11 જેવા આતંકી હુમલાનો મેસેજ આવ્યો હતો. આ મેસેજ પાકિસ્તાનના કોડવાળા નંબરથી આવ્યો હતો. ત્યાં મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં બોમ્બ હોવાની ધમકી ફોન પર મળી હતી.