ચૂંટણી 2022નેશનલ

હરિયાણા : CM દ્વારા શિક્ષણ સહિતના ક્ષેત્રો માટે કરાઈ કઈ કઈ મોટી જાહેરાત ?

Text To Speech

આજે ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે શિક્ષણ, વીજળી, રસ્તા, પરિવહન, વિકાસ અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક જાહેરાતો કરી હતી. જેમાં PGTની પાંચ હજાર જગ્યાઓ હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરવામાં આવશે અને TGTની છ હજાર જગ્યાઓ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરવામાં આવશે. આમ હરિયાણામાં એક વર્ષમાં 11,000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ભરવામાં આવશે. આ ઉપરાંત શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હજારો કિલોમીટરના નવા રસ્તાઓ બનાવવામાં આવશે.

ડિફોલ્ટર વીજ ગ્રાહકો બાકીની મૂળ રકમ એક સામટી અથવા ત્રણ હપ્તામાં ચૂકવી શકશે

આ ઉપરાંત સરકાર શહેરી સંસ્થાઓને માર્ગ નિર્માણ માટે 50 ટકા ગ્રાન્ટ આપશે. રાજ્યમાં જેબીટી શિક્ષકોની કોઈ કમી નથી. વધુમાં તેમણે નિયમિત ભરતી ન થાય ત્યાં સુધી, ખાલી જગ્યાઓ કૌશલ્ય રોજગાર નિગમ દ્વારા ભરવામાં આવશેે તેમ પણ જાહેર કર્યું છે. છેલ્લા 8 વર્ષમાં સરકારે 8600 PGT અને TGTની ભરતી કરી છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ડિફોલ્ટર વીજ ગ્રાહકો બાકીની મૂળ રકમ એક સામટી અથવા ત્રણ હપ્તામાં ચૂકવી શકે છે. આ યોજના ઘરેલું, સરકારી, કૃષિ અને અન્ય ગ્રાહકોને લાગુ પડશે. તેનો લાભ 31 ડિસેમ્બર 2021 અથવા તે પછી ડિફોલ્ટમાં રહેલા 23 લાખથી વધુ ગ્રાહકોને મળશે.

Back to top button