ગુજરાત

ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં, પાંચ દિવસ રહેશે રાહત : હવામાન વિભાગ

Text To Speech

ગુજરાતમાં 100 ટકા વરસાદ પડી ગયો હોવાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો કે રાજ્યમાં હજુપણ વરસાદ અનેક વિસ્તારોમાં અટકવાનું નામ લઈ રહ્યો નથી. ખાસ કરીને ઉત્તર ગુજરાતને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યું છે. ત્યારે આજે સામાન્ય માણસને રાહત થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં હાલ રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાનું તેમજ આગામી પાંચ દિવસ કોઈ ભારે વરસાદ પડવાની સંભાવના પણ જોવા મળતી નથી.

8 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.

Back to top button