અમદાવાદ પોલીસની હાફ મેરોથન હાલ આ કારણે મોકુફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 27મી ઓગષ્ટના દિવસે અમદાવાદ મુલાકાતના પગલે સુરક્ષા માં કોઈ કચાશ ના રહે જેના પગલે અમદાવાદ પોલીસ અધિકારીઓએ હાફ મેરેથોન પોસ્ટ પોન્ડ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે ગણેશ વિસર્જન બાદ પોલીસ દ્વારા હાફ મેરથોનનું આયોજન થશે અને નવી તારીખ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. અને આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા ટૂંક સમયમાં તેની તારીખ જાહેર થશે તેમ જાણવામાં આવ્યું છે.અને રજિસ્ટ્રેશન કરાવનાર તમામ રનરને પોલીસે હાફ મેરેથોન પોસ્ટ પોન્ડ રાખ્યાના મેઈલ કર્યા હતા.
In view of Hon’ble PM visit bandobast on 27.08.22 the Night Half-marathon is being postponed.
New date is tentatively 10.09.22, after Ganpati visarjan bandobast.— Ahmedabad Police ????♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 25, 2022
મેરેથોનનો મુખ્ય હેતુ :-ડ્રગ્સના રવાડે ચઢેલા યુવાનોને સ્પોટ થ્રિલનો જુસ્સો વધારવાનો
વડાપ્રધાનની અમદાવાદની મુલાકાતના દિવસે હાફ મેરથોન હોવાથી પોલીસ બન્ને બાજુ કઈ રીતે પહોંચી વળશે ટ્રાફિક નિયમન કઈ રીતે જળવાશે તેવા સવાલ સોશિયલ મીડિયામાં ઉપસ્થિત થયા હતાં. જેને લઇને પોલીસ કમિશનરે હાફ મેરેથોન પર બ્રેક લગાવવાનો નિર્ણય લીધો હતો.