અમેરિકામાં H1B વિઝાની અરજીઓ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત
H-1B વિઝાએ નોન ઇમિગ્રન્ટ વિઝા છે. જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપવામાં આવી અને થિઅરી અને ટેકનોલોજીમાં નિષ્ણાતોને વિઝા આપવામાં આવતા હોય છે. અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપનીઓ દ્વારા ભારત અને ચીનમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની નિમણૂક કરે છે.
ભારત સહિતના વિદેશી પ્રોફેશલ્સમાં એચ-૧બી વિઝા સૌથી વધુ લોકપ્રિય
અમેરિકા નાણાકીય વર્ષ 2023 માટે અમેરિકન સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલ એચ-૧બી ઝાના 6500૦ ની સામે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી છે. તેમ ફેડરેલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે.યુએસસીઆઇએસએ મળેલ અરજીઓની ચકાસણી કરવાનું શરૂ કરી દીધું છે અને જેમની પસંદગી થઇ નથી તેમને જાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
65000 અરજીની ચકાસણીની પ્રકિયા કરાઈ શરૂ
અમેરિકન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મંજૂરી મુજબ અમેરિકા દર વર્ષે મહત્તમ 6500૦ H-1B વિઝા જારી કરી શકે છે. આ ઉપરાંત અન્ય 20000 વીઝા અમેરિકામાં ભણેલા વિદેશી વિદ્યાર્થીઓને આપી શકે છે.યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસને મળેલ અરજીઓની ચકાસણીની પ્રકિયા શરૂ થઇ ગઈ છે. અને જેમની પસંદગી ન કરવામાં આવી હોય તેમને જાણ કરવાની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે.