દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 15 દિવસથી જીવન અને મૃત્યુલગ લડાઈ લડી રહ્યા હતાં. તેમનો પરિવાર અને ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા થાકતા નથી, જ્યારે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આજે એક મહત્વના સમાચાર આવ્યા છે. વાસ્તવમાં આજે 15 દિવસ પછી તે હોશમાં આવ્યો છે.
રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે
રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવે માહિતી આપી છે કે, “કોમેડિયન આજે ફરી હોશમાં આવી ગયો છે અને દિલ્હી AIIMSમાં ડોક્ટરો દ્વારા તેની દેખરેખ કરવામાં આવી રહી છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.” તમને જણાવી દઈએ કે, જિમમાં વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને પડી ગયા બાદ તેમને 10 ઓગસ્ટે અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
Raju Srivastava gained consciousness today after 15 days, he's being monitored by doctors at AIIMS Delhi. His health condition is improving: Garvit Narang, his Personal Secy
He was admitted here on Aug 10 after experiencing chest pain & collapsing while working out at the gym. pic.twitter.com/kmPfqRey1a
— ANI (@ANI) August 25, 2022
આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મો-નાટકોના જાણીતા અભિનેત્રી હેપી ભાવસારનું નિધન
મિત્રએ રાજુ શ્રીવાસ્તવના હોશમાં આવવા વિશેની માહિતી કરી પોસ્ટ
રાજુ શ્રીવાસ્તવના મિત્ર અન્નુ અવસ્થીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, રાજુ ભૈયા ફરી હોશમાં આવી ગયા છે, તમારી પ્રાર્થના કામમાં આવી ગઈ છે.
રાજુ શ્રીવાસ્તવને હવે ન્યુરોલોજી થેરાપી આપવામાં આવી રહી છે
ગત દિવસે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય અંગે જારી કરવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના મગજ સિવાય આખું શરીર કામ કરી રહ્યું છે. મગજનો ચેપ પણ દૂર થયો છે. રાજુ શ્રીવાસ્તવને ન્યુરો ફિઝિયોથેરાપી પણ આપવામાં આવી રહી છે. હાલમાં એમ્સની ન્યુરોલોજીની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.