ગુજરાત

ચુડાના ભુગુપુર ગામે જૂથ અથડામણમાં એકનું મોત, 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા

Text To Speech

સુરેન્દ્રનગરઃ ચુડાના ભ્રુગુપુરમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ચુડાના ભ્રુગુપુરમાં જમીન બાબતે માથાકૂટ થયા બાદ જૂથ અથડામણ થયાની આશંકા સેવાઇ રહી છે. આ જૂથ અથડામણની ઘટનામાં બન્ને જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા સામસામે આવી ગયા હતા.

ત્રણ જણાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ચુડા પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અથડામણની ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાલ ચુડાના ભ્રુગુપુર ગામમાં બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભ્રુગુપુરમાં જુથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજવાની ઘટનાથી ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યોં છે.

Back to top button