શ્રાવણ માસ અંત તરફ છે સાથે જ તહેવારો પણ પૂર્ણ થયા છે ત્યારે સામાન્ય જનાત માટે ફરી એક વાર મોંઘવારીનો માર વધી રહ્યો છે. જેમાં ખાદ્ય તેલાના ભાવમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલના ડબાનો ભાવ 60 રૂપિયા વધારો થયો છે. જેની સાથે જ સિંગતેલના ડબાનો ભાવ 2900ને પાર પહોંચ્યો છે. જ્યારે મગફળીમાં આવક ઘટતા આવ્યો ઉછાળો તેની સામે કપાસિયા તેલમાં ડબાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
લાંબા સમય બાદ સીંગતેલનો ડબ્બો 2910 રૂપિયા થયો. મગફળીની ઓછી આવક અને સતત ભાવ વધતા સીંગતેલના પણ ભાવ વધ્યા. મગફળીની સિઝન કરતા હાલમાં એક મણે 80 થી 100 રૂપિયાનો વધારો આવતા તેલમાં ભડકો. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના ભાવ 1350 થી 1450 સુધી પહોંચ્યા. તો કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10 નો ઘટાડો. કપાસિયા તેલનો ડબ્બો 2515 થી 2520 થયો.
દેશના લોકો સતત મોંઘવારીનો આંચકો અનુભવી રહ્યા છે અને હવે ચોખા તેમની થાળીની કિંમતમાં વધારો કરી રહ્યા છે. ઘઉં બાદ હવે પુરવઠાની ચિંતાને કારણે ચોખાના ભાવ વધી રહ્યા છે. તેની ઓલ ઈન્ડિયા એવરેજ રિટેલ કિંમત ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 6.31 ટકા વધીને રૂ. 37.7 પ્રતિ કિલો થઈ ગઈ છે. એક સરકારી આંકડા પરથી આ માહિતી મળી છે.
છેલ્લા સપ્તાહ સુધી ડાંગરની વાવણી 8.25 ટકા નીચી હોવાને કારણે વર્તમાન ખરીફ (ઉનાળા) સિઝનમાં દેશના ઉત્પાદનમાં સંભવિત ઘટાડાના સમાચાર પાછળ ચોખાના છૂટક ભાવમાં વધારો થયો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડાંગરના વાવેતર વિસ્તારમાં હાલની અછતને ધ્યાનમાં લેતા દેશનું કુલ ચોખાનું ઉત્પાદન ખરીફ સિઝન 2022-23 (જુલાઈ-જૂન) માટેના 112 મિલિયન ટનના લક્ષ્યાંકથી ઓછું રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : મોંઘુ ક્રૂડ ઓઈલ ભારતની મુશ્કેલીમાં વધારો કરશે, ફરી કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર