દક્ષિણ ગુજરાત

ડાયમંડ સિટીમાં ડાયમંડના ગણપતિમાં, ડેકોરેશનમાં હીરા જડિત ગણપતિની ભારે ડિમાન્ડ

Text To Speech

સુરત ડાયમંડ સિટી કહેવાય છે, માટે આ વખતે ડાયમંડના શણગાર વાળી ગણપતિની પ્રતિમાઓ પણ ખૂબ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. ગણેશજીની નાની મૂર્તિ હોય કે વિશાળ કદની મોટી પ્રતિમા આ વખતે ડાયમંડના શણગારનો ટ્રેન્ડ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. તેમાં પણ મહત્વની વાત એ છે કે આ પ્રતિમા ઉપર અમેરિકન ડાયમંડ લગાવવામાં આવે છે જેથી મૂર્તિઓ વધુ આકર્ષક લાગે.

અમેરિકન ડાયમંડ શણગાર

સુરતના એક ક્રિયેટર દ્વારા ગણપતિની પ્રતિમાઓ પર અમેરિકન ડાયમંડ નો શણગાર કરવામાં આવ્યો છે. તેમના કહેવા મુજબ, કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે સૌથી વધારે ક્રેઝ ગણપતિના શણગાર માટે પણ જોવા મળી રહ્યો છે. જેથી સુરતના લોકોને ડાયમંડના ગણપતિનો શણગાર વધુ પસંદ આવી રહ્યા છે.

ડાયમંડ ગણેશ- humdekhengenews

મૂર્તિ પર ડેકોરેશન કરનાર પરિમલ ગજ્જરનું કહેવું છે કે, ગણપતિની પ્રતિમા તૈયાર થયા બાદ તેના પર ઓર્નામેન્ટ્સ , ડેકોરેશન વગેરે કરાવવાનો ટ્રેન્ડ પાછલા વર્ષોમાં વધ્યો છે. કોરોનાકાળમાં આ ઉત્સાહ થોડો ઠંડો હતો. પણ આ વર્ષે ગણેશ આયોજકો ખુબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: E-Fir મામલે ગુજરાતનું આ શહેર અવ્વલ, એકજ મહિનામાં સૌથી ફરિયાદ અહીં નોંધાય

ત્રણ લાખ કરતા પણ વધુ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા

ખાસ કરીને આ વર્ષે ગણેશ ભક્તો અમારી પાસે ડાયમંડના ડેકોરેશનની ડિમાન્ડ લઈને આવે છે. તેમની પાસે આ વર્ષે આવી ત્રણ પ્રતિમાઓના ઓર્ડર આવ્યા હતા, અને બીજા હજુ પણ ડિમાન્ડમાં છે. ડાયમંડ જડિત ગણપતિ દેખાવમાં ખુબ આકર્ષક લાગતા હોવાથી આ ડેકોરેશન લોકોને ખાસ પસંદ આવે છે. તેઓ વધુમાં જણાવ્યું કે, આ વખતે તેમની પાસે જે ડાયમંડના ગણપતિનો શણગાર કરવામા આવ્યો છે, તેમાં ત્રણ લાખ કરતા વધારે અમેરિકન ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની પાછળ બે મહિના કરતા પણ વધુનો સમય ગયો છે.

Back to top button