ટોપ ન્યૂઝનેશનલ

તો શું ‘આપ’ના દિલ્હીના ઘરમાં જ ભંગાણ ?

Text To Speech

ગુજરાતમાં એક તરફ ચૂંટણીની તૈયારીઓ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની દિલ્હીમાં જ મુશ્કેલી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો આઉટ ઓફ કવરેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

આજે સવારે 11 વાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને બેઠક છે. જેમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. જેમાં અત્યાર સુધી 30 આસપાસ ધારાસભ્યો પહોંચ્યા હોવાના સમાચાર છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે તેમના ધારાસભ્યો ભાજપ પર ખરીદવા માટે પ્રલોભન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

આપના ધારાસભ્યોએ શું લગાવ્યા આરોપ

આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ તેમને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેમનું કહેવું હતું કે તેમને કહેવામાં આવ્યું છે કે જો બીજેપીમાં ના આવ્યા તો મનીષ સિસોદીયાની જેમ સીબીઆઈ અને ઇડીના નકલી કેસ કરવામાં આવશે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહનું કહેવું છે કે આપના ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી અને કુલદીપ કુમારનો બીજેપી નેતાઓએ સંપર્ક સાધ્યો હતો.

આ દરમિયાન પાર્ટી સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વનો પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થઇ શક્યો નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે ભાજપ તેમના કેટલાક ધારાસભ્યોને તોડી ના દે. જો કે આ મામલે હજી સુધી કોઈ પણ આધિકારીક નિવેદન સામે આવ્યા નથી.

Back to top button