ગુજરાતટ્રેન્ડિંગમનોરંજન

ગુજરાતી ફિલ્મો-નાટકોના જાણીતા અભિનેત્રી હેપી ભાવસારનું નિધન

Text To Speech

ગુજરાતી ફિલ્મ જગતમાંથીએક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે પોતાની એક્ટિંગથી લોકોને મંત્રમુગ્ધ કરતા અભિનેત્રી હેપ્પી ભાવસારનું આજે નિધન થયું છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું નાની ઉંમરે નિધન થયુ છે. આ અભિનેત્રીના મુખ પર હંમેશા સ્મિત પ્રસરેલુ રહેતું જોવા મળતુ હતું.

હેપી ભાવસાર, ગુજરાતી સિરીયલ્સ, નાટકોના ચાહકો માટે આ નામ અજાણ્યું નથી. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલા હેપી ભાવસાર હાલ ગુજરાતી ફિલ્મો કરી રહ્યા હતા હેપી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમણે સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી કર્યો હતો.

happy-bhavsar death

હેપી ભાવસારે એક્ટિંગની શરૂઆત પણ એચ. કે. આર્ટ્સ કોલેજથી જ કરી. તે સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા. હેપીએ તેમની સાથે નાટકો કરવાની શરૂઆત કરી હતી. હેપીને ગ્રેજ્યુએશન દરમિયાન જ ‘મહાત્મા બોમ્બ’ નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ગ્રેજ્યુએશન બાદ હેપી ભાવસાર ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો : મહાનાયક અમિતાભ બચ્ચન ફરી કોરોના સંક્રમિત, ટ્વીટ કરી જાણકારી આપી

હેપી ભાવસારનાં નિકટનાં મિત્રોનાં જણાવ્યાં અનુસાર તેમની ગત રોજ સવારથી તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલાઇઝ કરવાંમાં આવ્યાં હતાં. જ્યાં સવારથી જ તેઓ વેન્ટીલેટર પર હતાં. અને ડૉક્ટર્સે કહ્યું હતું કે, 24 કલાકમાં જો કોઇ મિરેકલ થઇ જાય તો થઇ જાય. જે બાદ 24 કલાકની અંદર જ હેપીએ દમ તોડી દીધો હતો.

Back to top button