ટોપ ન્યૂઝનેશનલ

PM નરેન્દ્રમોદીએ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન, જાણો તેની વિશેષતા

Text To Speech

PM નરેન્દ્ર મોદીએ બુધવારે હરિયાણાના ફરીદાબાદમાં એશિયાની સૌથી મોટી ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી અમૃતા હોસ્પિટલના વિશાળ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આની સ્થાપના આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી દેવીએ કરી હતી. જેઓને અમ્મા તરીકે પણ ઓળખાય છે.આ હોસ્પિટલએ ફરિદાબાદમાં આવેલા 130 એકરમાં આ હોસ્પિટલનું નિર્માણ અંતિમ તબક્કામાં છે.

એશિયાની સૌથી મોટી ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

આ હોસ્પિટલમાં કુલ 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ હોસ્પિટલમાં 2,600 બેડની લગભગ 10 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલી છે. આમાં ફોર સ્ટાર હોટેલ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, કોલેજ ફોર એલાઈડ હેલ્થ સાયન્સ, રિહેબિલિટેશન સેન્ટર, દર્દીઓ માટે હેલિપેડ અને દર્દીઓના પરિવારના સભ્યો માટે 498 રૂમનું ગેસ્ટહાઉસ અને અન્ય ઘણી સુવિધાઓ પણ છે.

સ્થાપના આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી દેવીએ કરી હતી

હોસ્પિટલ પ્રથમ તબક્કામાં 550 બેડ શરૂ કરવાનો તથા આગામી 18 મહિનામાં 750 સુધી અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક છે. હોસ્પિટલ 2027-29 સુધીમાં 2,600 બેડનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. હોસ્પિટલના અધિકારીઓ કહ્યું કે 12,000 થી વધુનો સ્ટાફ અને 700 ડોકટરો સાથેની નવી હોસ્પિટલનો ખ્યાલ હાલની હોસ્પિટલ કરતા અલગ છે.આમાં કેરળના કોચીમાં તેની પોતાની હોસ્પિટલનો સમાવેશ થાય છે.

Back to top button