ગણેશ ચતુર્થીટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

પેપર પસ્તી અને ખાલી બોટલમાંથી બનાવવામાં આવ્યા શ્રી ગણેશ, એટલું જ નહીં વિસર્જન પણ છે ખાસ

Text To Speech

ગણેશજીના આગમનને હવે થોડાં જ દિવસે બાકી છે ત્યારે વિવિધ પ્રકારના ગણેશજીની પ્રતિમા સામે આવી રહી છે. સુરતમાં સરથાણા વિસ્તારમાં એક સોસાયટી એવી છે જેમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ ભગવાનની પૂજા કર્યા બાદ વિસર્જન યાત્રા પણ સોસાયટીમાં જ યોજી ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ કદાચ સુરતની એક એવી સોસાયટી હશે જ્યાં ગણેશજીની પ્રતિમાનું નિર્માણ પણ થાય છે અને વિસર્જન પણ થાય છે.

સુરતમાં ઘણી જગ્યા પર નવા નવા સ્વરૂપે ગણેશજીનું આગમન થતું રહે છે. સેંકડો ગણેશ મંડપોની વચ્ચે શહેરના સરથાણા વિસ્તારમાં સ્વસ્તિક સોસાયટી અલગ તરી આવે છે. પર્યાવરણની જાળવણી સાથે ટ્રાફિક સમસ્યા હળવી કરવા ઉપરાંત ભપકાદાર આયોજન નહી પરંતુ સામુહિક ભાવના વધે તેવું આયોજન આ સોસાયટીમાં કરવામાં આવે છે.

આ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા બહારથી વેચાતી લાવવામાં આવતી નથી પરંતુ સોસાયટીના અબાલ વૃદ્ધ બધા ભેગા મળીને ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરે છે. સોસાયટીના સભ્યો જણાવે છેકે, તેઓ છેલ્લા ઘણાં સમયથી સોસાયટીના નાના મોટા બધા ભેગા મળીને ગણેશજીની પ્રતિમા બનાવીએ છીએ તે પણ ઇકોફ્રેન્ડલી પ્રતિમા હોય છે. પેપર પસ્તી, છાણનું ખાતર, માટી અને બોટલનો ઉપયોગ કરીને ગણેશજીની પ્રતિમા બનાવીએ છીએ. સોસાયટીના બધા જ સભ્યો ભેગા મળીને શ્રીજીની પ્રતિમા બનાવતાં હોય બધાની શ્રધ્ધામાં વધારો થાય છે.

Hum Dekhenege Eco Friendly Ganesh Surat

એટલું જ નહીં સુરતના મોટા ભાગના ગણેશ મંડપમાં માઈક પર ભજન અને ગીતો વગાડવામા આવતા હોય છે પરંતુ આ સોસાયટીમાં માઈકનો ઉપયોગ માત્ર બે વખત આરતી માટે જ કરવામાં આવે છે. અવાજના પ્રદુષણ વગર શ્રીજીનો ઉત્સવ ઉજવાતો હોય તેમાં ભગવાન પણ પ્રસન્ન થતાં રહે છે.

Back to top button