ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલમનોરંજન

સોનાલી ફોગાટના મોત પાછળ કાવતરું? આજે થશે પોસ્ટમોર્ટમ, પોલીસે નોંધ્યો ગુનો

Text To Speech

રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’માં જોવા મળેલી હરિયાણાના હિસાર જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં અવસાન થયું છે. ઉત્તર ગોવાના અંજુના એક હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે સોનાલીને મૃત જાહેર કરી હતી. આ મામલે ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે.

સોનાલી ફોગાટનું હાર્ટએટેકથી થયું હતું મોત 

સોનાલી ફોગાટના મૃત્યુ માટે ડૉક્ટરોએ હાર્ટ એટેકને જવાબદાર ગણાવ્યું છે. મૃતકનું પોસ્ટમોર્ટમ આજે કરવામાં આવશે. તબીબોના મતે સોનાલી ફોગાટના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. સાથે જ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

‘Curley’s’ રેસ્ટોરન્ટમાં ખાધું ભોજન

જણાવવામાં આવી રહ્યું છે કે સોનાલી ફોગાટ તેના કેટલાક કર્મચારીઓ સાથે ગોવાના ટૂર પર હતી. સોનાલીએ અંજુના ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટમાં બેચેન હોવાની ફરિયાદ કરી હતી. આ પછી તેને ઉત્તર ગોવા જિલ્લાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલ આ કેસમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર હોવાની શંકા બતાવવામાં આવી નથી

વિપક્ષે CBI તપાસની કરી માંગ 

હરિયાણામાં જ્યાં સોનાલી ફોગાટના પરિવારના સભ્યોએ તેના મૃત્યુના સંજોગો પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે વિરોધ પક્ષોએ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે. સોનાલીની બહેન રમણનું કહેવું છે કે ગોવામાં જમ્યા પછી અસ્વસ્થતા અનુભવતા તેણે તેને ફોન કર્યો અને કહ્યું કે તે સ્વસ્થ નથી અને તે નર્વસ અનુભવે છે.

Back to top button