ધર્મબિઝનેસ

દુંદાળા દેવને સોનાનો શણગાર, કોણે ઉતરાવ્યો 316 કરોડનો વીમો ?

Text To Speech

ગુજરાત સહિત આખા દેશમાં ગણપતિ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું આગવુ મહત્વ અને દબદબો હોય છે. ઘણી જગ્યાએ ગણેશોત્સવ પાછળ કરોડોનો ખર્ચ થતો હોય છે.

God Ganesh
God Ganesh

મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારના ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા તો આ વખતે ગણેશોત્સવના મંડપ માટે 316 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવવામાં આવ્યો છે.

આ મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ભગવાનની મૂર્તિને સોનાના તેમજ બીજા કિમતી ઘરેણાનો શણગાર કરાતો હોય છે. એક અહેવાલ અનુસાર જે વીમો ઉતરાવવામાં આવ્યો છે. તેમાં 31 કરોડનો વીમો દાગીના માટે છે. જ્યારે સ્વયંસેવકો, પૂજરીઓ, રસોઈયા, કર્મચારીઓ, વેલેટ પાર્કિંગ કરનારા, સુરક્ષા ગાર્ડ એમ આયોજન સાથે સંકળાયેલા લોકો માટે 263 કરોડ રૂપિયાનો વ્યક્તિગત અકસ્માતનો વિમો લેવાયો છે.

Shree Ganesh
Shree Ganesh

બીજી વસ્તુઓ માટે એક કરોડ રૂપિયા, આગ જેવી ઘટના માટે 77 લાખ, પંડાળ-સ્ટેડિયમ તેમજ દર્શન કરવા આવનારા ભાવિકો માટે 20 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

ગણેશ મંડળનું કહેવું છે કે, ભગવાનની મૂર્તિનો 66 કિલો સોનાના અને 295 કિલો ચાંદીના ઘરેણાથી શણગાર થવાનો છે. ગણેશોત્સવ દરમિયાન માટીમાંથી બનેલી મૂર્તિની સ્થાપના થશે.આ પહેલા 2016માં આ મંડળે 300 કરોડનો વીમો લીધો હતો.

Back to top button