ટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું વોટ્સએપ પર નજર રાખવા સરકારે બનાવી નવી ગાઈડલાઈન? જાણો સત્ય..

Text To Speech

હાલના દિવસોમાં તમે જોયું હશે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે કે વોટ્સએપ નજર રાખવા માટે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જેમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકોની વોટ્સએપ ચેટ પર ખાસ નજર રાખવા માટે અને લોકો સામે તાત્કાલિક અને ઝડપી કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

WhatsApp
WhatsApp

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે વોટ્સએપને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વોટ્સએપે ટેક્સ્ટ ડિલિવરી ‘ટિક’ ફીચરને લઈને એક નવું અપડેટ કર્યું છે.

WhatsApp
WhatsApp

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે વોટ્સએપમાં એક ટિકનો અર્થ છે કે મેસેજ મોકલવામાં આવ્યો છે અને બે ટિકનો અર્થ છે કે તે ડિલિવરી કરવામાં આવ્યો છે. જ્યારે સંદેશ વાંચવામાં આવે ત્યારે બે ટીક વાદળી થઈ જાય છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો શેર કરેલા મેસેજમાં 3 બ્લુ ટિક દેખાય છે, તો સરકારે તમારા મેસેજની નોંધ લીધી છે અને તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

મેસેજમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બે બ્લુ ટિક પછી લાલ ટિક હોય તો સરકાર તમારી સામે કાર્યવાહી કરી શકે છે. એક વાદળી અને બે લાલ ટિક છે કે કેમ તે સરકાર તમારા ડેટાની તપાસ કરી રહી છે. મેસેજના અંતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ત્રણેય ટિક લાલ થઈ જાય તો સરકારે તમારી સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કોર્ટ તરફથી તમને સમન્સ જારી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : PM મોદીના જન્મ દિવસે સુરતની હોસ્પિટલ કરશે અલગ રીતે ઉજવણી, એક વર્ષ સુધી ફ્રિમાં કરશે સારવાર

PIB ફેક્ટ ચેકની ટીમે મેસેજની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. વોટ્સએપ પર લોકોની ચેટ પર નજર રાખવા માટે સરકાર તરફથી આવી કોઈ ગાઈડલાઈન નથી. PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી વાયરલ મેસેજ શેર કર્યો અને તેને નકલી ગણાવ્યો.

આ પણ વાંચો : શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કેસ 5 જજની બંધારણીય બેંચને સોંપાયો

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.

Back to top button