ટોપ ન્યૂઝનેશનલ

રાજ ઠાકરે આવ્યા નુપૂર શર્માના સમર્થનમાં, કહ્યું – જ્યારે ઝાકિર નાઈકે વાત કરી ત્યારે તો તેને માફીનું…

Text To Speech

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પયગંબર મોહમ્મદ પર નિવેદન આપીને વિવાદોમાં ફસાયેલી નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તાનું સમર્થન કરતાં તેમણે કહ્યું કે બધાએ તેમને માફી માંગવા કહ્યું છે. હું તેમને સમર્થન આપું છું. નૂપુર શર્માએ જે કહ્યું હતું, ઝાકિર નાઈકે પણ આ જ વાત અગાઉ કહી હતી. નાઈક ​​પાસેથી કોઈએ માફીની માંગ કરી ન હતી. રાજ ઠાકરેએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા આ વાત કહી. આ દરમિયાન તેણે AIMIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેણે ઘણી વખત હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી છે.

File Photo

નુપુર શર્માએ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એક ટીવી ચેનલ પર ડિબેટ દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. આ અંગે ભારે હોબાળો થયો હતો અને દેશભરમાં દેખાવો થયા હતા. આટલું જ નહીં પુણેના ઉમેશ કોલ્હે અને ઉદયપુરના કન્હૈયાલાલની પણ નૂપુર શર્માને સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર પણ તીખી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તેમના એક નિવેદનને કારણે આખા દેશમાં ભૂકંપ આવી ગયો છે. કોર્ટે તેને કહ્યું કે તેણે ટીવી પર જઈને આખા દેશની માફી માંગવી જોઈતી હતી, પરંતુ તેણે એવું ન કર્યું.

આ પણ વાંચો : પાટીલ જાય છે ? C.R.Patil ને લઈને કરેલા અરવિંદ કેજરીવાલના ટ્વિટથી ખળભળાટ

આ દરમિયાન રાજ ઠાકરેએ તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું છે. ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ કર્યું અને તેઓ માત્ર અઢી વર્ષ માટે જ મુખ્યમંત્રી પદ મેળવી શક્યા. રાજ ઠાકરેએ કહ્યું કે હું જ્યારે શિવસેનામાં હતો ત્યારે બાળાસાહેબ ઠાકરેએ નક્કી કર્યું હતું કે જે પક્ષના ધારાસભ્યો વધુ હશે તેનો મુખ્યમંત્રી હશે. તમે જે વસ્તુઓ પહેલેથી જ નક્કી કરી છે તેને કેવી રીતે બદલી શકો? તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જ જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ હશે તો શિવસેનાએ શા માટે વાંધો ઉઠાવ્યો નથી.

Back to top button