આજ થી ચારધામ યાત્રા થઇ શરૂ; તો જુઓ અમરનાથ દર્શનનો વિડીયો આવ્યો સામે
લાંબા સમય બાદ આજથી ચારધામ યાત્રા શરૂ થઇ. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ આજે ખુલ્યા. સુખદ બાબત એપણ છે કે, ચારધામ યાત્રામાં કોવિડનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી રહેશે નહીં. આજરોજ અક્ષયતૃતીયાના તહેવાર પર ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે ચારધામ યાત્રાની શરૂઆત થઇ છે. અક્ષય તૃતીયાના તહેવાર નિમિત્તે ગંગોત્રી ધામના દ્વાર સવારે 11.15 કલાકે ખુલ્યા હતા. તેમજ યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12.15 કલાકે ખુલ્યા. જ્યારે કેદારનાથના દરવાજા 6 મે અને બદ્રીનાથ મંદિરના દરવાજા 8 મેના રોજ ખુલશે.
યાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ ચારધામ યાત્રાના રૂટ પર રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાધામ માટે રવાના થતા પહેલાં ભક્તોએ પ્રવાસન વિભાગના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના કારણે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભીડ ઓછી હતી. પરંતુ આ વખતે વિક્રમી સંખ્યામાં યાત્રાળુઓ આવશે તેવું લાગી રહ્યું છે. જેના કારણે ઉત્તરાખંડ સરકારે ચારધામોમાં દરરોજ દર્શન કરવા માટે તીર્થયાત્રિકોની સંખ્યા નક્કી કરી છે. 15 હજાર યાત્રિકો બદ્રીનાથ, 12 હજાર કેદારનાથ, 7 હજાર ગંગોત્રી અને 4 હજાર યમુનોત્રીમાં દર્શન કરી શકશે. હાલ 45 દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ બાબા બરફાનીનાં દર્શન માટે પણ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે અને દર્શન માટે ભાવિકોની ભીડ વચ્ચે બાબા અમરનાથનાં આર્મી મેન દ્વારા દર્શન કરાવતો વિડીયો સામે આવ્યો છે. તો જ ચાલો કરીએ બાબા અમરનાથનાં દર્શન :