Video : બુટલેગરો બન્યા બેફામ, પોલીસ જવાનો પર ચડાવી દીધી ગાડી
હાલમાં રાજ્યમાં પોલીસ દ્વારા બુટલેગરો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરત જીલ્લાના ઉમરપાડા પોલીસને ચોક્કસ ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી દીધી હતી. ઉમરપાડા પાસે બાતમી વાળી કાર પસાર થતા જ તેને અટકવાનો પ્રયાસ કર્યો હતો. પણ બુટલેગર એ પુરપાટ ઝડપે ફિલ્મી ઢબે કાર હંકારી દીધી હતી.
આ દરમિયાન પોલીસે પણ કાર ને કોર્ડન કરીને પકડી લેવા અલગ અલગ વાહનોથી પીછો કર્યો હતો. જોકે પુરપાટ ઝડપે હંકારી રહેલા કાર ચાલકે પોલીસથી બચવા બાઈક પર પીછો કરી રહેલા બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. જોકે સદનસીબે બન્ને પોલીસ જવાનો બચી ગયા હતા. પણ પોલીસ જવાનોની બાઈકને નુકશાન પહોચ્યું હતું, અને બુટલેગર કાર લઈને ભાગી જવામાં સફળ રહ્યો હતો, તે બાદ આ બુટલેગરો ઉમરપાડા તાલુકાના શરદા ગામ નજીક કાર મૂકીને ભાગી ગયા હતા.
સુરતમાં બે પોલીસ જવાનો પર બુટલેગરોએ કાર ચડાવી દીધી
શું ખરેખર બુટલેગરોને પોલીસ કે કાયદાનો ડર નથી ?#suratnews #surat #Bootleggers #suratpolice #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/bG4E4TTz7v— Hum Dekhenge News (@humdekhengenews) August 23, 2022
હાલ તો ઉમરપાડા પોલીસે કાર જપ્ત કરી લીધી છે. કારમાં પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે. ઘટના સમયે પોલીસ અને ઉમરપાડા પોલીસ વચ્ચે જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. જે હદે બુટલેગરોએ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો તેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે શું બૂટલેગરો ને ખરેખર કાયદાનો કે પોલીસનો ડર નથી ?
આ પણ વાંચો : થરાદમાં બાળ તસ્કરીનો પર્દાફાશ, રૂ. ચાર લાખમાં સોદો થાય તે પહેલાં જ બાળ કિશોરીને બચાવાઇ
ખાસ વાત એ છેકે પોલીસને હવે બે લગામ થયેલા આવા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જ્યારે અગાઉ પણ પોલીસે ફિલ્મી ઢબે જ આવા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પણ આ કિસ્સામાં પોલીસને ચકમો આપીને ફરાર થઇ જવામાં બુટલેગરો સફળ થયા છે. આ બનાવની વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.