ગુજરાત

નાનકડી રુહી કેમ હર્ષ સંઘવીને ભેટીને ભાવુક થઈ ?

Text To Speech

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા ત્યારે અનેક ભાવસભર દૃશ્યો સર્જાયાં હતાં. રુહી નામની દીકરી હર્ષ સંઘવીને ભેટીને રડી પડી હતી. જેની સાથે સમજી શકાય છે કે આપણાં દેશની નાગરિકતાનું કેટલું મહત્વ છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે અને ત્યાર બાદ સમયાંતરે ધર્મને બચાવવા માટે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને ભારતના અલગ-અલગ રાજ્યમાં આવીને વસેલા પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી રહી છે. આ દરમિયાન એક એવી ઘટના બની જેને સૌ કોઈની આંખો નમ કરી દીધી. જેને લઇને વર્ષોથી ‘લોંગ ટર્મ વિઝા’ પર વસવાટ કરી રહેલા આ પરિવારોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.

2016 થી કલેક્ટરને નાગરીકતા આપવાની સત્તા મળ્યા બાદ અમદાવાદમાં અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા કુલ 1,032 જેટલા પાકિસ્તાની હિંદુઓને નાગરીકતા અપાઇ ચુકી છે. અમદાવાદમાં હાલમાં પણ 3500 જેટલા પાકિસ્તાની હિંદુઓ ‘લોન્ગ ટર્મ વિઝા ‘પર રહે છે. ‘લોંગ ટર્મ વિઝા ‘ ઉપર સાત અને બાર વર્ષ બાદ તેઓ ભારતીય નાગરીકતા માટે અરજી કરી શકે છે. દેશમાં અમદાવાદ એવું શહેર છેકે જ્યાં સૌથી વધુ પાકિસ્તાની હિંદુઓને નાગરીકતા આપવમાં આવી છે.

Back to top button