ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ અટેકથી મોત, ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી
ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગાટનું મોત નિપજ્યું છે. ગોવામાં હાર્ટઅટેકના કારણે સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટે 2019માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુર વિધાનસભાથી ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન તે ટિકટોક પર પોતાના વીડિયોઝ માટે ઘણી જ ચર્ચામાં રહી હતી.
મૃત્યુના થોડા સમય પહેલા જ સોનાલીએ પોતાનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો
ભાજપ નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટઅટેકના કારણે નિધન થઈ ગયું છે. મોતના થોડો સમય પહેલાં સોનાલી ફોગાટે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે જ તેને ટ્વિટર એકાઉન્ટ પર પોતાની પ્રોફાઈલ પિક્ચર પણ બદલી હતી.
#NewProfilePic pic.twitter.com/luT3wtNkMA
— Sonali Phogat (@sonaliphogatbjp) August 22, 2022
સોનાલી ચૂંટણી હારી ગઈ હતી
સોનાલી પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. સોનાલી ફોગાટે 2019ની વિધાનસભા ચૂંટણીમાં આદમપુરથી કુલદીપ બિશ્નોઈ સામે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો.સોનાલી અને કુલદીપ બિશ્નોઈ રાજકીય વિરોધી હતા. હાલમાં જ બંને વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સોનાલીના ઘરે જ થઈ હતી.
कुलदीप बिशनोई जी ने मेरे फार्म हाउस पर आकर आज शिष्टाचार भेंट।
Manohar Lal Kuldeep Bishnoi pic.twitter.com/GyMolMPMxH— Sonali Phogat (@sonaliphogatbjp) August 18, 2022
સોનાલી ફોગાટ તેના કેટલાક મિત્રો સાથે ગોવા ગઈ હતી
મળતી માહિતી મુજબ સોનાલી ફોગાટ તેના કેટલાક મિત્રો સાથે ગોવા ગઈ હતી. સોનાલી ફોગાટ રિયાલિટી શો બિગ બોસ-14નો ભાગ રહી હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ બાદ તેના જીવનમાં એક વ્યક્તિ મોટો બદલાવ લઈને આવ્યો હતો.કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો નહીં. જો કે, સોનાલીએ તે વ્યક્તિનું નામ જાહેર કર્યું ન હતું.
સોનાલીએ બિગ બોસ-14માં સ્પર્ધક રહી હતી
સોનાલી ફોગાટ ટિક-ટોક સ્ટાર અને બિગ બોસ-14 ની સ્પર્ધક બન્યા પછી લોકપ્રિય બની હતી. સોનાલીને એક પુત્રી છે અને તેના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.
સોનાલીએ નાના પડદાની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. લગભગ બે વર્ષ પહેલા, કોરોનાના સમયગાળા દરમિયાન, સોનાલી ફોગાટ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એક મંડીના કર્મચારીને માર માર્યો હતો.
કોણ છે સોનાલી ફોગાટ?
સોનાલી ફોગાટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના ફતેહાબાદમાં થયો હતો. સોનાલીનું જીવન ઘણુ ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતુ. સોનાલીએ 2006માં હિસાર દૂરદર્શનમાં એન્કરિંગ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના બે વર્ષ પછી એટલે કે 2008માં તે ભાજપમાં જોડાઈ હતી અને પાર્ટી માટે કામ કરવાનું શરૂ કર્યું.
સોનાલી ફોગાટ 2016માં ચર્ચામાં આવી હતી જ્યારે તેના પતિ સંજયનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતી. પતિના મૃત્યુ બાદ સોનાલી ભાંગી પડી હતી. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આદમપુરથી સોનાલી ફોગાટને ટિકિટ આપી હતી. જો કે તેણી ચૂંટણી હારી ગઈ હતી.
2020માં સોનાલી ફોગાટનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલી ફોગાટ એક અધિકારીને ચપ્પલ વડે મારતી જોવા મળી રહી હતી. તે જ વર્ષે સોનાલીને બિગ બોસ-14માં ભાગ લેવાની તક મળી. સોનાલી ટિકટોક સ્ટાર સાથે અભિનેત્રી પણ હતી અને ઘણા મ્યુઝિક આલ્બમમાં જોવા મળી છે. તેને એક પુત્રી પણ છે, જેનું નામ યશોદરા છે.