ટ્રેન્ડિંગમનોરંજન

પ્રિયંકાએ શેર કર્યા પુત્રી સાથેના ક્યૂટ ફોટો

Text To Speech

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેની પુત્રી માલતી મારી ચોપરા જોનાસ સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતી જોવા મળે છે. જો કે, અત્યાર સુધી પ્રિયંકાએ પોતાની પુત્રીનો ચહોરો દુનિયાથી છુપાવીને રાખ્યો છે. પ્રિયંકાની પુત્રીને જોવા માટે તેમના ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે. પ્રિયંકાએ પોતાની પુત્રી માલતીની સાથે તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, જે હાલમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરા પોતાની નાનકડી પરી સાથે સુંદર ક્ષણોને માણતી જોવા મળી રહી છે.

Priyanka Chopra with her daughter
Priyanka Chopra with her daughter

પુત્રી સાથે પ્રિયંકાએ લીધી સેલ્ફી

પ્રિયંકા ચોપરાએ શેર કરેલી તસવીરમાં તમે તેને માલતી સાથે રમતા જોઈ શકો છો. પ્રથમ તસવીરમાં પ્રિયંકા પોતાની પુત્રીને ખોળામાં લઈને સેલ્ફી ખેંચતી જોવા મળી રહી છે. વળી બીજી તસવીરમાં અભિનેત્રીના ચહેરા ઉપર માલતીના નાના-નાના પગ દેખાઈ રહ્યા છે. આ પોસ્ટને શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આવી રીતે પ્રેમ કરો જેવી રીતે કોઈ ના કરતું હોય.’ અભિનેત્રીની આ પોસ્ટ ઉપર ફેન્સની સાથે સાથે સેલિબ્રિટિઓના પણ કમેન્ટ જોવા મળી રહ્યા છે. પોસ્ટને થોડાક જ કલાકોમાં લાખો લાઈક્સ મળી ગઈ છે.

પ્રિયંકાના ફોટો પર આ સ્ટાર્સે કરી કમેન્ટ્સ

દીયા મિર્ઝા, પ્રીતી ઝિંટા, સોનાલી બેન્દ્રે, કરીના કપૂર, અનુષ્કા શર્મા અને પરિણીતી ચોપરા જેવા સ્ટાર્સે પ્રિયંકાની પોસ્ટ ઉપર કમેન્ટ કરી છે. કરીના કપૂરે લખ્યું હતું કે, ‘પીસી અને તેની બેબી. બિગેસ્ટ હગ’. વળી ફેન્સે પોસ્ટ ઉપર હાર્ટ અને ફાયર ઈમોજીનો વરસાદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રિયંકા ચોપરા સરોગસીના દ્વારા માતા બની હતી. તેણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ દ્વારા પુત્રીના જન્મના સારા સમાચાર પોતાના ચાહકોને આપ્યા હતા.

Back to top button