ઉત્તર ગુજરાતગુજરાતધર્મ

શ્રધ્ધા : શ્રાવણ માસના છેલ્લા સોમવારે બનાસકાંઠાનું બાલારામ મંદિર ભાવિકોથી ઉભરાયું

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા બાલારામ મહાદેવ અતિ પ્રાચીન મહાદેવના મંદિર પૈકીનું એક છે. શ્રાવણ માસમાં ભક્તો અહીંયા આખો મહિનો મહાદેવજીના શિવલિંગની પૂજા- અર્ચના કરે છે. જ્યારે બાજુમાં જ વહેતી બાલારામ નદી આ વિસ્તારના સૌંદર્યને વધારી રહી છે. અરવલ્લીની ગિરિમાળાઓ પણ અહીંયાથી નજીક જ છે. ચારે તરફ અત્યારે હરિયાળીથી હર્યુંભર્યું વાતાવરણ જોવા મળે છે.

બનાસકાંઠા
15000 થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો

શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહીંયા મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો બાલારામ મહાદેવના દર્શને આવે છે. અને મેળામાં મહાલે છે. જ્યારે શ્રાવણ માસના છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોની ખૂબ મોટી ભીડ અહીંયા જોવા મળી હતી.

ભાવિકો
ભાવિકોની ખૂબ મોટી ભીડ જોવા મળી

શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સાથે અગિયારસ પણ હોવાથી દર્શન માટે ભક્તોની ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પી. એન. માળીના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.જેમાં 70,000 થી વધુ ભાવિકોએ લીધો પ્રસાદનો લાભ લીધો હતો.મહાપ્રસાદમાં રાજગરાનો શીરો અને ફરાળી સુકી ભાજી પ્રસાદ તરીકે અપાયા હતા.જ્યારે 15000 થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

Back to top button