રાજ્યમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. આ માટે આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક વચન આપવાની વાત કરી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતના અમદાવાદ પહોંચ્યા છે જ્યાં તેમને શિક્ષણ અંગેની મહત્વની જાહેરાતો કરી હતી.
આ પણ વાંચો : AAP નેતા સીસોદીયાનો મોટો દાવો : CBI અને EDની રેડ વચ્ચે મને BJPએ કરી ઓફર
અમદાવાદમાં આપના નેતા અરવિંદ કેજરીવાલે જણાવાયું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશેતો ગુજરાતમાં તમામ પ્રકારની સારવાર મફત કરી દેવામાં આવશે. તમામ દવાઓ મફત મળશે અને તમામ પ્રકારના ટેસ્ટ પણ મફત કરી દેવામાં આવશે. એટલે કે સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહી પડે. આ ઉપરાંત હોસ્પિટલો ગુજરાતની ખસ્તા હાલતમાં છે તેને 5 સ્ટાર બનાવવામાં આવશે. ગરીબ હોય કે અમીર દરેકની સારવાર મફત થશે. તેના માટે કોઇ રેશનકાર્ડ કે આધારકાર્ડ દેખાડવાની જરૂર નહી પડે. ફ્રી સારવાર ઉપરાંત તમામ મદદ આપવામાં આવશે.
ગુજરાતને @ArvindKejriwal જીની સ્વાસ્થ્ય ગેરંટી! pic.twitter.com/iE2eNgn2GW
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 22, 2022
શિક્ષણની સુવિધા અંગે શું કહ્યું ?
શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા અંગે વાત કરતાં આપ નેતાએ જણાવ્યું કે, તમામ શિક્ષણ વ્યવસ્થા પણ મફત કરી દેવામાં આવશે. જ્યાં સરકારી શાળાઓમાં 5 સ્ટાર સુવિધાઓ હશે. કોઇ ખાનગી શાળામાં પણ ન હોય તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત આ શિક્ષણ વ્યવસ્થાને મજબુત કરવા માટે વધારે શિક્ષકોની જરૂર પડશે. જેથી હાલ જે વિદ્યા સહાયકો આંદોલન કરી રહ્યા છે. તેઓનો પ્રશ્ન આપોઆપ ઉકેલાઇ જશે. તમામ વિદ્યા સહાયકોને સરકારી નોકરી આપવામાં આવશે.
➡️દરેક નાગરિક માટે નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવારની સુવિધા
➡️તમામ દવાઓ, ટેસ્ટ અને ઓપરેશન નિઃશુલ્ક
➡️દરેક ગામ અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક
➡️દરેક સરકારી હોસ્પિટલને શાનદાર બનાવવામાં આવશે, નવી સરકારી હોસ્પિટલો ખોલીશું
➡️રોડ એક્સિડન્ટના તમામ દર્દીઓને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક સારવાર pic.twitter.com/3076qm2826— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 22, 2022
મનીષ સિસોદિયા ગુજરાતમાં
આ સાથે જ ઘણાં સમયથી વિવાદમાં ચાલી રહેલા દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અંગે વાત કરતા આપ નેતાએ જણાવ્યુંકે, મનીષ સિસોદિયા પાસે વિશ્વના સૌથી સર્વશ્રેષ્ઠ શિક્ષણમંત્રી હોવાનું ગૌરવ પણ છે. આ કોઇ અહીંની નહી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે. જેના પેજ પર ચમકવા માટે કોઇ દેશા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ તરસતા હોય છે. ત્યાં મનીષ સિસોદિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દિલ્હીના મહોલ્લા ક્લિનીક અંગે વાત કરીને કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતનાં દરેક શહેરોમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગામડાઓમાં પણ દરેક ગામડે એક દવાખાનુ શરૂ કરવામાં આવશે. ત્યાં પણ તમામ દવાઓ અને ટેસ્ટ મફત કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તરે દરેક સ્તરે મલ્ટીસ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે.