હવે હપ્તાખોરી કરતા ટીઆરબી જવાનો સામે કડક કાર્યવાહી, સુરત ટ્રાફિક પોલીસ વિભાગે ભર્યા કડક પગલાં
ટીઆરબી જવાનની સુરતમાં ફરિયાદ બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. સુરત પોલીસે સરથાણા વિસ્તારમાં વકીલ મેહુલ બોઘરાની ઘટના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના અલગ અલગ પોઈન્ટ પર કુલ 9 જેટલા ટીઆરબીના જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાંક જવાનો સામે લાલ આંખ કરી છે.
સુરતમાં વકીલ મેહુલ બોઘરાના કારણે ટ્રાફિક વિભાગની કાર્યવાહી સવાલોમાં આવી હતી. જેના કારણે ટીઆરબી જવાનો સામે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અભિયાન છેડ્યું છે. આ મામલો સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ગુંજયો હતો અને તેના પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. તેના સમર્થનમાં લોકોએ વિરોધ પણ કર્યો હતો.
ખાસ વાત એ છેકે આ બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેર ટ્રાફિક પોલીસ અધિકારીને આ બાબતે તપાસ સોંપવામાં આવી છે અને તે દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટીઆરબી જવાન દ્વારા જે બેદરકારીઓ દાખવવામાં આવી તે અંતર્ગત સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા નવ જેટલા ટીઆરબી જવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેટલાક ટીઆરબી જવાન મોબાઇલ ઉપર ફોન ઉપર વાત કરતા હતા, તો કેટલાક ટીઆરબી જવાન પોઇન્ટ ઉપર હાજર ન હોય અથવા તો કોઈ નાની મોટી બેદરકારીના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કારણ કે સુરત શહેરની અંદર ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે આજે ગુજરાતની અંદર સુરત પોલીસ નું નામ બદનામ થયું છે.
આ પણ વાંચો : મેહુલ બોઘરા સામે સુરતના પોલીસ જવાનનો વિડીયો વાયરલ, સિક્કાની બીજી બાજુ સાંભળી કે નહીં ?
સુરત ટ્રાફિક પોલીસની ઉઘરાણી કોના દ્વારા કરવામાં આવે છે ?
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની માથાકૂટ સતત સામે આવતી હોય છે. ત્યારે ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો ( પોલીસ જવાનો ) મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હોય છે. જે અધિકારીઓના નજીક ના માણસો હોય છે અને ખાસ કરી ને તે લોકો નોકરી પણ કરતા હોતા નથી. જેમાં ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે.