ફ્લોરિડામાં પ્લેન રોડ પર થયું ક્રેશ, વીડિયો આવ્યો સામે


આકાશમાં ઉડતી ફ્લાઈટમાં ઈંધણ થઈ ગયું ખતમ. પાઈલટ કંઈક સમજી શક્યો ત્યાં સુધીમાં પ્લેન બેકાબૂ થઈ ગયું હતું. હવામાં ઉડતું મીની પ્લેન અચાનક જમીન તરફ ધસવા લાગ્યું. આ નજારો જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ચોંકી ગયા હતા. થોડી જ વારમાં વિમાન રોડ પર ક્રેશ થયું. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ACCIDENT: Pilot suffers minor injuries after making emergency landing on a road in Orlando, Florida. The plane was on a maintenance flight at the time of the crash. https://t.co/WSOh2n8vto pic.twitter.com/2hnVgCRLo6
— Breaking Aviation News & Videos (@aviationbrk) August 20, 2022
મીની પ્લેન થયું રસ્તા પર ક્રેશ
મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. જ્યાં ઓર્લાન્ડો શહેરમાં એક મિની પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન વાહનની અવરજવર વાળા રોડ પર ક્રેશ થયું હતું. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન થયું નથી. પાયલોટને પણ સામાન્ય ઈજા થઈ હતી. રિપોર્ટ અનુસાર ઓર્લેન્ડોના આકાશમાં એક પ્લેન ઉડી રહ્યું હતું. પછી તેનું બળતણ સમાપ્ત થઈ ગયું. પાયલોટનું ધ્યાન તેના પર ગયું ત્યાં સુધીમાં પ્લેન નીચે પડવા આવી ગયું હતું. થોડી જ સેકન્ડોમાં આ પ્લેન રસ્તા પર ક્રેશ થઈ ગયું. આ દરમિયાન કારમાં સવાર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યો હતો.
રેડિયો ઠીક કરવા રહ્યો અને ઇંધણ ખતમ થઇ ગયું: પાયલોટ
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિમાન હવામાં ડોલતું ડોલતું રસ્તા પર પડે છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. પાઇલટે સ્વીકાર્યું છે કે તે પ્લેનના ખામીયુક્ત રેડિયોને ઠીક કરવામાં એટલો વ્યસ્ત હતો કે તેને ખ્યાલ નહોતો કે તેમાં ઇંધણ ખતમ થઇ ગયું છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નજીકમાં રહેતા લોકોએ જણાવ્યું કે તેઓએ જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો. વિસ્ફોટ થયો હોય તેવું લાગ્યું. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે ઘરની બાજુમાં એક મિની પ્લેન ક્રેશ થયું છે. સદ્નસીબે તે કોઈના ઘર પર પડ્યું નહીં, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.