ટોપ ન્યૂઝબિઝનેસ

આજથી સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો કઈ રીતે ખરીદશો સસ્તું સોનું?

Text To Speech

સસ્તું સોનું ખરીદવા માંગતા લોકો માટે સરકાર સુવર્ણ તક આપી રહી છે. RBI તમારા માટે સોનામાં રોકાણ કરવાનું હવે સહેલું સસ્તું અને સરળ બનાવશે. તમે આજથી એટલે કે 22મી ઓગસ્ટ 2022થી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGBS)માં રોકાણ કરી શકશો. આ યોજના 22મી ઓગસ્ટથી શરૂ થશે અને 26મી ઓગસ્ટ 2022 સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ ગોલ્ડ બોન્ડની કિંમત 5,197 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન ગોલ્ડ બોન્ડ ખરીદે છે, તો તેને 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે.

22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી સસ્તું સોનું ખરીદવાની ઉત્તમ તક

સોવરિન ગોલ્ડ સ્કીમ 2022-23ની બીજી શ્રેણી આજથી એટલે કે 22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી ખૂલી ગઈ છે. આ સમય દરમિયાન તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતી ગ્રામ સોનાની કિંમત 5,197 નક્કી કરવામાં આવી છે. આરબીઆઈએ તેને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની શ્રેણી 2 હેઠળ લાવવાની જાહેરાત કરી છે. તેની પ્રથમ શ્રેણી 20 જૂનથી 23 જૂન, 2022 સુધી ખુલી હતી, જેમાં રોકાણકારોને સસ્તું સોનું લેવાની તક મળી હતી. પ્રથમ શ્રેણીમાં ભારતીય રિઝર્વ બેંકે ઇશ્યૂની કિંમત 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી.

ક્યાંથી ખરીદી શકશો ગોલ્ડ બોન્ડ?

રોકાણકારો તેને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ, NSE અને BSE દ્વારા ખરીદી શકે છે. જો કે, તમે આને સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાંથી ખરીદી શકતા નથી. ગોલ્ડ બોન્ડનું એક યુનિટ ખરીદો અને તેના મૂલ્ય જેટલી રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા ખાતામાંથી કાપવામાં આવે છે.

કોણ કેટલું કરી શકે છે રોકાણ?

આ બોન્ડ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટો, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા જ ખરીદી શકાય છે. ઈન્ડીવિઝુઅલ રોકાણકારો એક વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ સિવાય ટ્રસ્ટ અથવા સંસ્થાઓ વર્ષમાં વધુમાં વધુ 20 કિલો બોન્ડ ખરીદી શકે છે.

Back to top button