ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનનો હિંદુ શરણાર્થી કરતો હતો જાસૂસી, દિલ્હીથી ધરપકડ

Text To Speech

પાકિસ્તાન તેના નાપાક ષડયંત્રોથી ઊંચું આવી રહ્યું નથી. તે કોઈને કોઈ સ્વરૂપે તેની યુક્તિઓ કરવાનું ચાલુ રાખે છે. હવે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. આ શરણાર્થીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા મેળવી હતી

રાજસ્થાન ઈન્ટેલિજન્સે દિલ્હીથી 46 વર્ષીય ભાગચંદની ધરપકડ કરી છે. આરોપીએ ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા લીધી હતી અને દિલ્હીમાં રહીને ટેક્સી ચલાવતો હતો. ઈન્ટેલિજન્સને માહિતી મળી હતી કે આરોપી પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં છે અને દિલ્હીથી પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો છે.

માહિતી આપતાં એડીજી ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ કહ્યું કે આ શખ્સ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા અને દિલ્હીમાં સંવેદનશીલ સ્થળો વિશે પાકિસ્તાનને માહિતી મોકલી રહ્યો હતો. 14 ઓગસ્ટના રોજ ભીલવાડામાંથી નારાયણ લાલ ગદરી નામના વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જેના મોબાઇલ પરથી જાણવા મળ્યું હતું કે ભાટી માઇન્સ, સંજય કોલોની, દિલ્હીમાં રહેતો ભાગચંદ પણ તેની સાથે સામેલ હતો.

1998માં પરિવાર સાથે ભારત આવ્યો હતો

પાકિસ્તાની હેન્ડલર્સ તેના ખાતામાં પણ પૈસા નાખતા હતા. તે છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. ઓટો ચલાવતી વખતે તે દિલ્હીના અલગ-અલગ સ્થળોના ફોટા પાડીને પાકિસ્તાન મોકલતો હતો. પકડાયેલ આરોપી 1998માં પરિવાર સાથે વિઝા પર ભારત આવ્યો હતો અને અહીં કામ કરવા લાગ્યો હતો. તેને ત્રણ વર્ષ પહેલા ભારતીય નાગરિકતા મળી હતી. ગુપ્તચર વિભાગની સંયુક્ત ટીમ જયપુરમાં આ અંગે પૂછપરછ કરી રહી છે.

Back to top button